આમ આદમી પાર્ટી અને ભાજપ મોટા પાયે ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ત્યારે આ વખતે કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે. કોંગ્રેસ પાર્ટી થોડા સમયમાં પ્રચાર કરી ઘણા વોટ હાંસલ કરી લેતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે રાજ્ય સ્તરે ગુજરાત કોંગ્રેસ પદયાત્રા કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ ભાવનગર જસોદા ચોકથી ખોડિયાર મંદિર સુધી કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. આ પદયાત્રા 30 ઓક્ટોબરના રોજ નીકળવાની છે.
રાહુલ ગાંધીના પગ ચિન્હો પર ચાલતું ગુજરાત કોંગ્રેસ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ હમણાંથી સક્રિય થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીનો વિરોધ તેઓ કરી રહ્યા છે. વધતી મોંધવારી, વધતી બેરોજગારી જેવા અનેક મુદ્દાઓને લઈ તેઓ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ પણ તેમના પદચિહ્નો પર ચાલી રહી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ભાવનગરમાં કોંગ્રેસે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આ યાત્રા નીકળવાની છે.
ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસ કરી રહી છે પ્રચાર
કોંગ્રેસ આ વખતની ચૂંટણીને લઈ હજી સુધી એકમ એક્ટિવ મોડમાં નથી જોવા મળી રહી. પરંતુ જેમ જેમ ચૂંટણી આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. મોટા મોટા આયોજન કરી કોંગ્રેસ પ્રચાર નથી કરી રહી પરંતુ ગ્રાઉન્ડ પર જઈ તે પ્રચાર કરી રહી છે. કોંગ્રેસ જન જન સુધી પહોંચવા યાત્રાનો સહારો લઈ રહી છે.