શંકર ચૌધરી વિરૂદ્ધ કોંગ્રેસે કરી આચાર સંહિતા ભંગની ફરિયાદ, શંકર ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-15 18:52:20

લોકસભા ઈલેકશન્સ માટે ભાજપે અને કોંગ્રેંસે બધા એ જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની ૨૬એ ૨૬ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવારો જાહેર થયા બાદ કાર્યકરો અને સંગઠન બરાબર પ્રચારમાં લાગી ગયા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પ્રચાર કરતા તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને હવે આ બાબતને લઈને શંકર ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ કરાઈ ફરિયાદ  

ગુજરાતની લોકસભા બેઠક માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક વીડિયો આપણી સામે છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે શંકર ચૌધરી એક બંધારણીય પદ પર છે એટલે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ પર છે. અને આ પદ એ તટસ્થાનું પ્રતીક છે એટલે તેઓ પોતે પ્રચાર કરીને આચારસંહિતાનું ભંગ કરે છે  . 


આચારસંહિતાના ભંગની ફરિયાદ બાદ શંકર ચૌધરીએ આપી પ્રતિક્રિયા  

આ બાદ રાજનીતિ ગરમાઈ. અને આ બધા વચ્ચે શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, હું  એક બંધારણીય પદ પર છું , અને મને કોઈ પણ રીતનું કાયદાકીય બંધન નથી. એટલે કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ના લઈ શકે . એવું બંધારણમાં ક્યાંય લખેલું નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવામાં માનું છું . એની પરંપરાઓનું માન રાખું છું એટલે જ  આ લોકસભાની ચૂંટણી દરમ્યાન કોઈ પણ રાજકીય પક્ષનો સીધી રીતે પ્રચાર નથી કર્યો. 

  


સાત મેના રોજ ગુજરાતમાં થશે મતદાન 

મહત્વનું છે હાલ ચૂંટણીનો સમય છે, એટલે સામસામા નિવેદનો, ભાષણો તો થતા જ રહેવાના પણ એ વાત દરેક રાજકીય પક્ષ માટે જરૂરી છે કે તેઓ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન કરે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. એક જ દિવસે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થશે અને એ છે 7 તારીખે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?