વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary સામે કોંગ્રેસે કરી આચારસંહિતા ભંગની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-12 17:32:39

લોકસભા ચૂંટણીનો જંગ ગુજરાતમાં ધીરે ધીરે શરૂ થઈ જશે.. રાજકીય પાર્ટી દ્વારા પ્રચારનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવી ગયો છે. અનેક ઉમેદવારો પ્રચાર કરતા હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે. ભાજપના અનેક નેતાઓ ચૂંટણી પ્રચારમાં દેખાય છે. સી.આર.પાટીલ અલગ અલગ બેઠકો પર જઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ ફરિયાદ કરી છે. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ શંકર ચૌધરી વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે.. 



વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની કરાઈ પસંદગી  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે મોટી જીત હાંસલ થઈ હતી.... એ વખતે એક ભાષણમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ભારે મતોથી જિતાડો હું તેમને મોટું પદ અપાવડાવીશ.. ચર્ચા એવી હતી કે સરકારમાં મોટુ પદ મળી શકે... પણ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે શંકર ચૌધરીનું નામ ન આવ્યું.....અને બાદમાં સહકારી ક્ષેત્ર અને ઓબીસી સમાજના મોટા નેતા તરીકેની છબિ ધરાવતા શંકર ચૌધરીને વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા... બંધારણીય પદે નિયુક્ત થયા પછી એ જ દિવસથી તેઓ કોઈ પક્ષના સભ્ય રહેતા નથી... આ બધી વાતો હું એટલે કહી રહી છું કે, તેમનો એક વીડિયો સામે આવ્યો જેના કારણે તેઓ વિવાદમાં આવ્યા છે...


આચારસંહિતા ભંગ બદલ કરવામાં આવી શંકર ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ 

ગુજરાતમાં અત્યારે ભાજપ પક્ષ સત્તામાં છે, અને સત્તામાં લાવવા માટે કેટલાય નેતાઓએ અથાક અને સખત પરિક્ષમ કર્યો છે. આમાં એક નામ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શંકર ચૌધરીનું પણ છે. શંકર ચૌધરી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ માટે ખુબ જ મહેતન કરી રહ્યાં છે. શંકર ચૌધરી હાલમાં ગુજરાત વિધાનસભામાં સ્પીકર તરીકે કામગીરી સંભાળી રહ્યાં છે. અને આ પદ પર તેઓ અમુક કામગીરી ખાસ પક્ષ માટે નથી કરી શક્તા જેના કારણે તેમની સામે આચરસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.... કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે ફરિયાદ કરી છે...વીડિયો પૂરાવા સાથે ચૂંટણી પંચને તેમણે પત્ર લખ્યો છે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?