કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી અને તે પહેલા પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે સોમવારે (4 સપ્ટેમ્બર) કોંગ્રેસે તેની ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. જેમાં 16 નેતાઓના નામ સામેલ છે. જેમાં ગુજરાતમાંથી મધુસુધન મિસ્ત્રી અને અમી યાજ્ઞીકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ ચૂંટણીઓમાં પાર્ટીની રણનિતી તથા ઉમેદવારોની પંસદગી મુદ્દે વિચાર વિમર્શ કરશે.
Congress national president Mallikarjun Kharge constitutes a 16-member Central Election Committee of the party pic.twitter.com/EiTc1cPbow
— ANI (@ANI) September 4, 2023
આ નેતાને મળ્યું સ્થાન
Congress national president Mallikarjun Kharge constitutes a 16-member Central Election Committee of the party pic.twitter.com/EiTc1cPbow
— ANI (@ANI) September 4, 2023આ સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, મધુસુદન મિસ્ત્રી, એન. ઉત્તમ કુમાર રેડ્ડી, ટીએસ સિંહ દેવ, કેજે જિયોગ્રે, પ્રીતમ સિંહ, મોહમ્મદ જાવેદ, અમી યાજ્ઞિક, પીએલ પુનિયા, ઓમકાર માર્કમ અને કેસી વેણુગોપાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
5 રાજ્યોમાં ઉમેદવારોના નામ પર નિર્ણય લેવાશે
ઉલ્લેખનિય છે કે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે પણ કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે લોકો કોંગ્રેસની યાદીની રાહ જોઈ રહ્યા છે. હવે આ કમિટી ઉમેદવારોના નામ પર ચર્ચા કરશે અને પછી નક્કી કરશે કે કોને ટિકિટ આપવામાં આવશે અને કોને ટિકિટ આપવામાં આવશે નહીં.
વિશેષ સત્ર મુદ્દે મલ્લિકાર્જુન કરશે બેઠક
કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટી 18-22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્ર પહેલા મંગળવારે સાંજે 5 વાગ્યે નવી દિલ્હીમાં 10 જનપથ ખાતે સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજશે. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાત્રે 8 વાગ્યે તેમના નિવાસસ્થાને સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી દળોની બેઠક યોજશે. કેસી વેણુગોપાલે કહ્યું કે નેતાઓ આગામી સત્રની રણનીતિ પર ચર્ચા કરશે. આ સાથે તેમણે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગે 16 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ, તેલંગાણામાં નવનિર્મિત કાર્ય સમિતિની પ્રથમ બેઠક બોલાવશે. તમામ CWC સભ્યો, PCC પ્રમુખ, CLP નેતાઓ અને સંસદીય પક્ષના પદાધિકારીઓ તેમાં ભાગ લેશે.