Loksabha Election માટે Congressએ મેનિફેસ્ટો કર્યો જાહેર, જાણો ઘોષણ પત્રમાં શેની આપવામાં આવી ગેરેંટી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 15:36:08

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવમાં રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને લઈ ઘોષણા પત્રની જાહેરાત કરી છે. ઘોષણ પત્રમાં અનેક ગેરેંટી આપવામાં આવી છે. જે મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમાં 25 ગેરેંટી આપવામાં આવી છે.. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પાંચ ન્યાય પર આધારીત છે કોંગ્રેસનો ઘોષણા પત્ર જેમાં શ્રમિક ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, હિસ્સેદારી ન્યાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

..  

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હતા હાજર 

કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવાર કોણ હશે તેના પર મતદાતાઓની નજર રહેલી હોય છે અને તે બાદ પાર્ટી કયા વાયદા કરે છે તેની પર નજર હોય છે... ત્યારે આજે મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. 25 ગેરેંટીની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જેમાં ગરીબ પરિવારની મહિલાઓને વર્ષમાં એક લાખ આપવામાં આવશે, જાતિ જનગણના કરવામાં આવશે તેવો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એમએસપી અંગેની વાત પણ કરવામાં આવી. મનરેગા મજૂરી 400 કરવામાં આવશે તેવી વાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી.. તે ઉપરાંત લાખો સરકારી નોકરીઓ આપવાની વાતનો પણ ઉલ્લેખ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.   


કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી આ ગેરેંટી

પાંચ ન્યાયની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જે મુજબ અનેક ગેરેંટી આપવામાં આવી છે. શ્રમિક ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, હિસ્સેદારી ન્યાયનો ઉલ્લેખ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. હિસ્સેદારી ન્યાય અંતર્ગત જાતિ જનગણના કરાવવામાં આવશે ઉપરાંત આરક્ષણને લઈને પણ કોંગ્રેસ દ્વારા વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ખેડૂત ન્યાય અંતર્ગત એમએસપીની વાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી. તે ઉપરાંત શ્રમિક ન્યાય અંતર્ગત મજદૂરોને આરોગ્યની સેવા આપવાની વાત કરવામાં આવી છે, ઉપરાંત મજૂરોને મળતા વેતન અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત ગરીબ મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી ગયો છે ત્યારે સૌ કોઈની નજર ભાજપના મેનિફેસ્ટો પર રહેલી છે...   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...