Loksabha 2024માં BJP-Congress સામસામે! આ રણનીતિ કામે લાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-02 12:46:10

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચેનો ગજગ્રાહ વધી રહ્યો છે, મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સદસ્યતા ગયા બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સતત એકબીજા પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધી, જયરામ રમેશ અને કનૈયા કુમાર સહિતના નેતા પીએમ મોદી અને અદાણીની સાંઠગાઠ પર નિવેદનો આપીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે હવે ભાજપે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈને કોંગ્રેસના ભૂતકાળના શાસનમાં થયેલા ભ્ર્ષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપે આ માટે 'Congress Files' નામની એક સિરીઝ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના 2004થી 2014 સુધીના સમયગાળામાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 


કોંગ્રેસના ભ્રષ્ટાચારનો પર્દાફાશ


ભાજપને તેના સત્તાવાર ટ્વીટર હેન્ડ્લ મારફતે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષના તેના શાસનમાં લગભગ 48,20,69,00,00,000નો ભ્રષ્ટાચાર કર્યો છે, આટલી રકમથી તો 24 INS વિક્રાત, 300 રાફેલ વિમાન અને 1000 મંગલ મિશન બનાવી કે ખરીદી શકાય તેમ હતા. ભાજપે કોંગ્રેસના  2004થી 2014 સુધીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે, ભાજપને આરોપ છે કે કોંગ્રેસના રાજમાં કોલસા કૌંભાડ, ટુજી સ્પેક્ટ્રમ કૌંભાડ, કોમનવેલ્થ કૌંભાડ અને મનરેગા કૌંભાડ દ્વારા કરોડો રૂપિયા ચાઉં કરવામાં આવ્યા છે.


કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર


ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચારની સિરીઝ બની હતી. 2004થી 2014 સુધીના સમયગાળામાં મનમોહન સિંહની સરકાર હતી અને રોજ નવા કૌંભાડો બહાર આવતા હતા. જેમ કે કોલસા કૌંભાંડ 1.86 લાખ કરોડ, ટુ જી સ્પેક્ટ્રમ કૌંભાંડ 1.76 લાખ કરોડ, 10 હજાર કરોડનું મનરેગા કૌંભાડ, 70 હજાર કરોડનું કોમન વેલ્થ કૌંભાડ, ઈટલી પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં 362 કરોડની દલાલી અને રેલ્વે બોર્ડની ચેરમેનની ખુરશી માટે 12 કરોડની લાંચ સહિતના ભ્રષ્ટાચાર થયા હતા.


કોંગ્રેસ શું આપશે?


ભાજપે શરૂ કરેલી 'Congress Files'સિરીઝથી ભાજપે કોંગ્રેસને ભ્રષ્ટાચારને મોરચે ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. હવે સૌની નજર કોંગ્રેસ પર છે કે કોંગ્રેસ શું વળતો પ્રહાર કરે છે. કોંગ્રસને અન્ય વિરોધ પક્ષોનું પણ સમર્થન છે. ભાજપ વિરૂધ્ધ કોંગ્રેસના ટેકામાં આ વિરોધ પક્ષો કેટલા આગળ આવે છે તે પણ જોવાનું રહેશે.    


PM મોદીનો આરોપ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહની શરૂઆતમાં વિરોધ પક્ષો પર "ભ્રષ્ટાચારી બચાવો આંદોલન" શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો, અને ભાજપ વિરોધી પક્ષોને ચેતવણી આપી હતી કે ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ બંધ થવાની નથી. PMએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય વિકાસ એક સાથે અસ્તિત્વમાં ન હોઈ શકે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને CBI સહિતની તપાસ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..