રાયપુર ખાતે કોંગ્રેસનું અધિવેશન,ગાંધી પરિવારના સભ્યો છે હાજર, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર કર્યા પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-25 13:41:48

છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાસત્ર ચાલી રહ્યું છે. આજે અધિવેશનનો બીજો દિવસ છે. અધિવેશનમાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે રસ્તા પર ગુલાબો પાથરવામાં આવ્યા હતા. અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશમાં નફરતનું વાતાવરણ છે. સરકાર રેલ, તેલ, જેલ બધું જ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલાં લોકોનો ડીએનએ ગરીબ વિરોધી છે.

  

રવિવારે રાહુલ ગાંધી કરશે અધિવેશનમાં સંબોધન 

શુક્રવારથી કોંગ્રેસનું અધિવેશન શરૂ થઈ ગયું હતું. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનના પ્રથમ દિવસે સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી થશે નહીં. બેઠકમાં સામેલ સભ્યોએ સામાન્ય સમિતિના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સદસ્ય નિયુક્ત કરવાનો અધિકાર આપ્યો છે. રાહુલ ગાંધી રવિવારના દિવસે સંબોધન કરવાના છે. 


સોનિયા ગાંધી, ભૂપેશ બાઘેલે કર્યું સંબોધન 

સોનિયા ગાંધીએ અધિવેશનમાં કહ્યું કે દલિતો, અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યા છે. દરેક સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશવાસિયોએ એક સંકલ્પ લેવો જોઈએ. સેવા, સંઘર્ષ અને બલિદાન,, સૌથી પહેલા હિન્દુસ્તાન. 75 વર્ષમાં દેશ સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે કહ્યું કે સરકાર એવી બનવી જોઈએ કે દરેક વર્ગના માણસને લાગવું જોઈએ કે સરકાર મારી છે. આજે અમને કહેવામાં ગર્વ થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ જે વાયદો કર્યો હતો તે પૂર્ણ થઈ ગયો છે.      


આવનાર સમયમાં પાર્ટીના સંવિધાનમાં થઈ શકે છે ફેરફાર 

સંગઠનના પદાધિકારીઓના નિયમોમાં ફેરફાર થઈ શકે છે જેમાં આ પાંચ મુખ્ય છે - મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીડબ્લુસીના આજીવન સભ્ય હશે. દારૂ ન પીનાર અને માત્ર ખાદી પહેરવાવારા લોકોને સભ્ય બનાવે તેવો નિયમ પણ બનાવાશે. કોંગ્રેસ સંવિધાન સંશોધન કમિટી સંવિધાન અને નિયમોમાં ફેરફાર પ્રસ્તાવ આપશે, લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં અડધી સીટ ઉપર 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટિકિટ મળશે. કોંગ્રેસ સંગઠનમાં મતદાન કેન્દ્રથી લઈને રાષ્ટ્રીય સ્તરે સોશિયલ ઓડિટ થશે. તે ઉપરાંત દેશભરમાં આરક્ષિત લોકસભા સીટ ઉપર ચૂંટણી પહેલાં નવા અને યુવા લીડર તૈયાર કરવામાં આવશે.     




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?