કોંગ્રેસ પ્રમુખ ખડગેએ નવી ટીમની કરી જાહેરાત, CWCના 39 સભ્યોમાં ગુજરાત આ નેતાઓને મળ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-08-20 17:43:55

દેશના તમામ રાજકીય પક્ષો આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ ચૂંટણી માટે કમર કસી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મહત્વનું પગલું ભરતા પોતાની 39 સભ્યોની નવી ટીમની જાહેરાત કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)તરીકે ઓળખાતી આ કમિટી કોંગ્રેસમાં નિર્ણયો લેતી મહત્વની સમિતી છે જેમાં ગુજરાતના બે નેતાઓને પણ સ્થાન મળ્યું છે. કોંગ્રેસ પ્રમુખ ખડગેની 39 સભ્યોની નવી ટીમમાં ગુજરાત તરફથી જગદીશ ઠાકોર અને દિપક બાબરીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 


CWCમાં આ અગ્રણી નેતાઓને સ્થાન


કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એકે એન્ટની, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ, ચરણજીત સિંહ ચન્ની અને આનંદ શર્મા સહિત 39 નેતા સામેલ છે. આ ઉપરાંત 32 કાયમી આમંત્રિતો, 9 ખાસ આમંત્રિતો, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સચિન પાયલટ, શશિ થરૂર, અશોક ચવ્હાણ, દીપક બાવરિયાના રૂપમાં નવા નામ સામે આવ્યા છે. CWCમાં ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન, દીપા દાસ મુનશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ આમંત્રિતોમાં પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને અલકા લાંબાનો સમાવેશ થયો છે. નોંધવા જેવી બાબત એ છે કે ખડગેએ તેમની વિરુદ્ધ ચૂંટણી લડનારા શશિ થરૂરને પણ આ સમિતિમાં સ્થાન આપ્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?