રાજ્યભરમાં કોંગ્રેસના ધરણા- પ્રદર્શનો, જગદીશ ઠાકોર સહિતના નેતાઓની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-03-26 16:36:02

રાહુલ ગાંધીનું સાંસદ પદ ગત 24મી માર્ચે રદ્દ થતા કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરો દેશભરમાં દેખાવો કરી રહ્યા છે. આજે આજે 26મી માર્ચે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં વડોદરા અને ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.


જગદીશ ઠાકોરની અમદાવાદમાં અટકાયત


'મોદી સરનેમ' કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ કરવાના વિરોધમાં કોંગ્રેસે આજે અમદાવાદમાં ધરણા-પ્રદર્શનો કર્યા હતા. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના લાલ દરવાજા રૂપાલી સિનેમા સામે ધરણાંનું આયોજન કર્યું હતું. જો કે કોંગ્રેસના ધરણાં શરૂ થતાં જ પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતાઓ સહિતના કોંગ્રેસના 150 જેટલા નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાહુલજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ- જેવા નારા લગાવ્યા હતા. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી અને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા.


વિવિધ શહેરોમાં વિરોધ-પ્રદર્શનો


રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ થવાને મુદ્દે રાજ્યના અમદાવાદ, વડોદરા,ભુજ,જૂનાગઢ, ભાવનગર,પાટણ,જામનગર અને ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા કર્યા હતા. આ શહેરોમાં પણ પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગરમાં કોંગ્રી કાર્યકરોએ નાકે આંગળી રાખી ચૂપ મુદ્રામાં વિરોધ કર્યો હતો. વડોદરામાં તો પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...