અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ માટે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-10 19:31:38

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મુદ્દો હવે દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ગુજરાત વિધાનસભામાં પણ આજે મોહનથાળને અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે શરૂ કરવા માટેનો મુદ્દો ગુંજ્યો હતો. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દો ઉછાળ્યો હતો.


કોંગ્રેસે ચર્ચાની કરી માગ


યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળના બદલે ચીકીને પ્રસાદ તરીકે આપવાના નિર્ણયનો આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યને મોહનથાળની વહેંચણી કરી હતી. કોગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષને ગૃહમાં પ્રસાદ મુદ્દે ચર્ચાની પણ માગ કરી હતી જો કે આ માગનો અસ્વિકાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો  બોલ મારી અંબે જય જય અંબેના નારા લાગાવીને ગૃહની બહાર નીકળી ગયા હતા. 


કોંગ્રેસના MLAs આજ માટે સસ્પેન્ડ


અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મામલે કોગ્રેસના ધારાસભ્યો સુત્રોચ્ચાર કરતા કરતા વેલમાં ધસી આવ્યા હતા. આ ઘટના બાદ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દરખાસ્તને ટેકો આપ્યો હતો. જે બાદ સર્જન્ટોએ ટિંગા ટોળી કરી કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહની બહાર કાઢ્યા હતા.અધ્યક્ષે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના ધારાસભ્યના નામે નોટિસ આપી ગૃહની આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે.


રમણલાલ વોરાએ તપાસની કરી માગ 


વિધાનસભામાં અંબાજી પ્રસાદ મામલે કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.જેમાં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ મોહનથાળ ઝેર છે કે કેમ તેની તપાસ કરવાની માંગ કરી હતી. રમણલાલ વોરાએ અધ્યક્ષને રજૂઆત કરી હતી કે, કોગ્રેસના સભ્યો દ્વારા જે મોહનથાળની વહેંચણી કરવામાં આવી છે. તેમાં ઝેર જેવા પદાર્થ તો નથી ને? તેની તપાસ થવી જોઇએ. ગૃહમાં આ પ્રકારે ખાદ્ય પ્રદાર્થની વહેંચણી ન કરી શકાય આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ તેવી અધ્યક્ષને રજૂઆત કરી હતી.આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...