7 ડિસેમ્બરના રોજ એમસીડી ચૂંટણીના પરિણામ આવ્યા હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી હતી. જીત મેળ્યા બાદ કોંગ્રેસના 2 ઉમેદવારોએ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયા હતા. બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે માત્ર 2 દિવસ પછી ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
બે ઉમેદવારોએ છોડ્યો હતો કોંગ્રેસનો સાથ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.પરંતુ છેલ્લા અનેક વર્ષોથી MCDમાં ભાજપનો કબજો હતો. ત્યારે આ વખતે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એમસીડીને કબજે કરી લીધી છે. આ ચૂંટણીના પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. ચૂંટણી પરિણામ આવ્યાને દિવસો વીતી ગયા છે પરંતુ આની ચર્ચાઓ પૂરી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસમાંથી બે વિજતા ઉમેદવારો થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે આ બંને ઉમેદવારોએ ઘરવાપસી કરી લીધી છે.
માત્ર 24 કલાકમાં કરી કોંગ્રેસમાં ઘરવાપસી
બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો છેડો ફાળી દીધો હતો. નાજિયા ખાતુનને 9639 વોટ મળ્યા હતા જ્યારે સબિલા બેગમને 14921 વોટ મળ્યા હતા. સારા વોટથી જીત હાંસલ કર્યા બાદ એકાએક તેઓ આપમાં જોડાઈ ગયા. પરંતુ ચર્ચાની વાતએ બની રે માત્ર 24 કલાકની અંદર જ બંને ઉમેદવારોએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. જેને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે.