ગુજરાત વિધાસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે ત્યારે કોગ્રેસ ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે હતા અને અને NCPના નેતા સાથે ગઢબંધનને લઇને બેઠક યોજી હતી. ત્યારબાદ અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
શું કહ્યું અશોક ગેહલોતે ?
અશોક ગહેલોતે પીએમના વારંવાર ગુજરાત પ્રવાસ પર સવાલો કર્યા અને તેમણે કહ્યું હતું કે, પીએમ વારંવાર ગુજરાત આવી રહ્યા છે તો દિલ્હીના કામ કેમ થશે? અને ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતમાં પીએમઓ ઓફિસ શરૂ કરી દેવી જોઈએ. અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, આ તમામ કાર્યક્રમો સરકારી ખર્ચ પર કરવામાં આવે છે. તેમને કહ્યું રાહુલ ગાંધી પણ યાત્રા કરી રહ્યા છે પરંતુ તે દેશ જોડવા માટે છે...
કેજરીવાલ પર કર્યા પ્રહાર....
કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કેજરીવાલ પણ ભાઈ જેવા જ છે. પંજાબ જીત્યા એટલે હવે ગુજરાતમાં ફ્રી આપવાની વાત કરે છે. કેજરીવાલ પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે? અશોક ગેહલોતે ગુજરાતને વાયદો કર્યો હતો કે, જો ગુજરાતમાં જીત મળશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.
ગુજરાત CM માટે શું કહ્યું ?
અશોક ગેહલોતે કહ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભલા માણસ છે. પરંતુ આટલા ભલા માણસનું રાજકારણમાં કામ નથી. વધુમાં તેમને ચૂંટણી વિશે કહ્યું, આ વખતે ટકરો મારી સીટ આપવાની છે. એનસીપી સાથે ગઠબંધનની વાત ચાલી રહી છે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવશે.