Banaskanthaમાં Congress ઉમેદવાર Geniben Thakorનો પ્રચાર, મતદાતાઓને કરી આ અપીલ, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 16:59:50

ગુજરાતની અનેક બેઠકો રસપ્રદ રહેવાની છે કારણ કે અનેક બેઠકો પર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ રહેવાનો છે. એમાંની એક બેઠક છે બનાસકાંઠા બેઠક જ્યાં ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારથી ગેનીબેનનું નામ જાહેર થયું છે, ત્યારથી ગેનીબેન સતત સભાઓ ગજવી રહ્યા છે. તેઓ એકબાદ એક રેલીનું આયોજન કરી રહ્યા છે. તેઓ બનાસકાંઠાના ગામડાઓ ખૂદી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે... 

મતાદાતાઓને રિઝવવા ગેનીબેન કરી રહ્યા છે પ્રયાસ 

જ્યારથી કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી ગેનીબેન ઠાકોર પ્રચાર કરી રહ્યા છે. લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સભાઓ ગજવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં અનેક વખત તે વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે ત્યારે પાલનપુરના કુંભલમેર, ચંડીસર, વેંડંચા અને મોટાગામમાં પ્રચાર કરી મતદાતાઓને રિઝાવાનો પ્રયાસ કર્યો હતો અને વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા..... 


ભાજપના ઉમેદવાર પર કર્યો ટાર્ગેટ? 

બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન લોકસભાની ચૂંટણીને લઈને આક્રમક પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગેનીબેને પાલનપુરના ગામડાઓમાં પહોંચીને ગામના મંદિરોમાં દર્શન કરી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો...ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ માટે ગેનીબેન પ્રચાર કરતા હોય અને ભાજપના ઉમેદવારોને ટાર્ગેટ ન કરે એવું કેમ બને? એટલે ગેનીબેને ભાજપના ઉમેદવારને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે 'એકબાજુ જનશક્તિ છે અને એક બાજુ ધન શક્તિ છે, ધન શક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં. ધન શક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં તે 2017માં હું ચૂંટણી લડી એમાં મને અનુભવ છે, તમે ઠાકોર સમાજ સહિત સર્વ સમાજ અમારા માટે વેંત નમશો તો અમે તમારા માટે હાથ જેટલું નમીશું. મારા માટે આ વિસ્તાર કદાચ નવો હશે પણ અનુભવ ખૂબ બહોળો છે'.... 


હું મતનું મામેરૂં માંગવા આવી છું - ગેનીબેન ઠાકોર 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 'મેં 10 વર્ષમાં વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ખૂબ કામ કર્યા છે મને ખુબ અનુભવ છે. ગાયનું રક્ષણ હોય અને દીકરીઓની પડતી મુશ્કેલીઓ હોય તેમના માટે હું લડતી રહીશ, હું મતનું મામેરું માંગવા આવી છું. મારે હીરા, મોતી, પૈસા નથી જોઈતા પણ તમે 7 તારીખે વોટ આપી મતનું મામેરું ભરજો'.આ સાથે તેઓ સભા સંબોધનમાં કહે છે કે હું ગરીબ પરિવારની દિકરી છું... 



આ વર્ષે બનાસકાંઠામાં થઈ હતી પ્રથમ ચૂંટણી!

ગેનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો તેમનું સ્વાગત કરીને આવકારી રહ્યા છે તો ગેનીબેન સહિત કોંગ્રેસના અનેક નેતાઓ મતદારો કોંગ્રેસ ઉપર ભરોસો મૂકી કોંગ્રેસ તરફી મતદાન કરે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે.... બનાસકાંઠા લોકસભા સીટ ગુજરાતની બીજા નંબરની લોકસભા સીટ છે. બનાસકાંઠા લોકસભા સીટ પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી.... બનાસકાંઠા સીટ પર દસ વાર કોંગ્રેસ તો પાંચ વખત ભાજપનો વિજય થયો છે. આ ઉપરાંત બનાસકાંઠા સીટ પર મહિલા ઉમેદવાર એક વાર જીત થઇ છે.... એવામાં આ વખતે બંને પક્ષે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે... ત્યારે કોણ બાજી મારે છે તે જોવુ રસપ્રદ રહેશે....  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?