લોકસભા ચૂંટણીને લઈ ભાજપે 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પર ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ બનાસકાંઠા બેઠક એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેનને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે. પ્રચારની શરૂઆત તો કરવામાં આવી પરંતુ ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. ગેનીબેન ઠાકોરે પોલીસ પર નિશાન સાધ્યું છે. પોલીસને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે જેની ચર્ચા થઈ રહી છે..
પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!
બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓ પર તે નિવેદન આપતા હોય છે ત્યારે ફરી એક વખત તેમનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. ના માત્ર પોલીસ પર પણ પરંતુ અધિકારીઓ પર પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે. ગેનીબેન ઠાકોરે પોલીસ પર હપ્તાખોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક સભા દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું કે, વહીવટી રીતે અધિકારીઓને સરકારે છુટો દોર આપી દીધો છે. શાકભાજીવાળા અને નાના વેપારી પાસેથી પોલીસ હપ્તા માંગે છે. વળી, મોટા વેપારી અને જ્વેલર્સ પાસેથી GSTના અધિકારી હપ્તા માંગે છે, ઠેર ઠેર હપ્તાખોરી વધી છે.
આ નિવેદન બાદ ગરમાઈ શકે છે ગુજરાતની રાજનીતિ!
મહત્વનું છે કે ઉમેદવાર તરીકે જ્યારથી ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા નિવેદન લાવતા હોય છે જેને લઈ ચર્ચા થતી હોય છે અથવા તો રાજનીતિ ગરમાઈ જતી હોય છે.. ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ શકે છે...