Puriના Congressના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, ટિકીટ પરત કરી, જાણો શું આપ્યું આ નિર્ણય પાછળનું કારણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 16:40:39

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે...  2 તબક્કા માટે મતદાન થઈ ગયું છે અને ત્રીજા તબક્કાની ચૂંટણી સાતમી તારીખે યોજાવાની છે... ગુજરાતની સુરત લોકસભા બેઠક પર જે ઘટના બની તે જાણે ટ્રેલર હતું તેવું લાગી રહ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... સુરતમાં જે ઘટના બની તેવી ઘટના ઈન્દોરમાં બની અને હવે ઓડિશાની પૂરી લોકસભા બેઠક પર આ ઈતિહાસનો પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.. કારણ કે પૂરી બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને તેમણે ટિકીટ પરત કરી દીધી છે..

પહેલા સુરત, પછી ઈન્દોર અને હવે પુરી!

ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત જાણે રાજકીય પ્રયોગ શાળા બની ગઈ છે તેવું કહીએ તો ખોટા ના પડીએ.. ગુજરાતમાં જે નીતિઓ પાર્ટી દ્વારા અપનાવવામાં આવે છે તેવી રણનીતિ બીજા રાજ્યોમાં પછી અપનાવવામાં આવે છે... ત્યારે ગુજરાતમાં થોડા સમય પહેલા સુરતની લોકસભા બેઠક બિનબરીફ જાહેર થઈ... કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને જે બાદ ત્યાં રાજકીય ડ્રામા શરૂ થયો તે આપણે જાણીએ છીએ.. સુરત જેવી ઘટના પછી ઈન્દોરમાં બની. કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ટિકીટ પરત કરે છે ત્યારે પ્રશ્ન થાય કે શું તે બેઠક પર પણ સુરતવાળી થશે? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે પુરી લોકસભા બેઠક માટે કોંગ્રેસે જે ઉમેદવારને ટિકીટ આપી તેમણે ટિકીટ પરત કરી દીધી છે..


સુયરિતા મોહંતીએ પરત કરી ટિકીટ!       

પુરી લોકસભા બેઠક  માટે કોંગ્રેસે સુચરિતા મોહંતીને ટિકીટ આપી હતી. પણ હવે તેમણે પોતાની ટિકીટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ આ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. મોકલવામાં આવેલા મેલમાં ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે તેમને રેસમાંથી હટી જવાની ફરજ પડી હતી. સુચરિતાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ મને ભંડોળ આપવાની ના પાડી દીધી હતી. મીડિયા સમક્ષ તેમણે પોતાની વાત પણ મૂકી હતી..


આર્થિક સહાય આપવા માટે ઉમેદવારે કરી હતી અપીલ!

મહત્વનું છે કે કોંગ્રેસના અનેક ઉમેદવારો દ્વારા આર્થિક સહાયની માગણી પણ કરવામાં આવી રહી છે.. ગુજરાતના અનેક ઉમેદવારોએ પોતાની બેન્ક ડિટેલ તેમજ QR Code સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર સુચરિતા મોહંતીએ પણ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જનતા સમક્ષ પોતાનો QR કોડ પોસ્ટ કરી ભંડોળની માંગણી કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે પુરી સંસદીય ક્ષેત્રમાં પૈસાના અભાવે અમારું ચૂંટણી પ્રચાર અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વનું છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સંબિત પાત્રાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર આગળ શું થાય છે? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?