ગુજરાતમાં ઉમેદવારોએ નામાંકન દાખલ કરી લીધું છે. પ્રચારનો ધમધમાટ પણ ગુજરાતની અનેક બેઠકો પર શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે તેમને ચૂંટણી લડવા માટે ફાળો આપે.. આ બાદ કોંગ્રેસના વધુ એક ઉમેદવારે મતની સાથે ચૂંટણી લડવા માટે પૈસા માગ્યા છે. પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મારી પાસે પૂરતું ફંડ નથી...
ઉમેદવારોએ કરી પ્રચારની શરૂઆત
ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે..અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા,ભરૂચ લોકસભા સહિતની અનેક બેઠકો એવી છે જેમાં ઉમેદવારને લઈ ચર્ચાઓ થતી હોય છે. ત્યારે પોરબંદર બેઠકની ચર્ચા આજે કરવી છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓને અપીલ કરી છે.
વીડિયો મૂકી લલિત વસોયાએ અપીલ કરી કે....
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી દસ દસ રૂપિયા માંગુ છું. હું 26 બેઠકમાંથી 52 ઉમેદવારમાંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું. વીડિયોમાં તેમણે બેન્ક અકાઉન્ટ ડિટેલ, QR કોડ પણ આપ્યું છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર દ્વારા પણ આવી ડિટેલ શેર કરવામાં આવી છે..