ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. પોતાના પ્રચાર માટે દરેક પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપના બેનરો ફાડીને સળગાવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોએ આ પોસ્ટર ફાળતા રાજનીતિ ગરમાઈ ગઈ છે.
ભરોસાની ભાજપ સરકાર પોસ્ટર પર ગરમાઈ રાજનીતિ
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મુદ્દાઓને લઈ વિવાદો સર્જાતા રહે છે. હાલ પોસ્ટર પર રાજનીતિ થઈ રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા હતા જે બાદ અલગ પ્રકારની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપના પોસ્ટર ફાડવામાં આવ્યા છે વઢવાણમાં ભાજપના બેનર ફાડી દેવામાં આવ્યા છે. ભરોસાની ભાજપ સરકાર એવા બેનરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. આ બધા દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણમાં ખેડૂતોને ડ્રોનથી ખેતી કરાવનાર ભરોસાની ભાજપ સરકાર એવા બેનર લાગતા તેનો વિરોધ થયો હતો.
કોંગ્રેસે બેનર બાળી કર્યો વિરોધ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ, આપ, કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહે છે. પોસ્ટરને લઈને પણ માહોલ ગરમાતો રહે છે. વઢવાણ ખારવા રોડ પર લાગેલા ભાજપના પોસ્ટરને કોંગ્રેસના આગેવાનોએ ફાળી નાખ્યા હતા. ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના આક્ષેપ પણ કોંગ્રેસે લગાવ્યા હતા. બેનેરો ફાળી કોંગ્રેસે બેનરો સળગાવી દીધા હતા. ત્યારે ભાજપ આની પર કેવી રીતે પ્રતિક્રિયા આપે તેની પર બધાની નજર રહેશે.