બેંગલુરુની એક કોર્ટે કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. KGF ચેપ્ટર 2 ફેમ MRT મ્યુઝિક કોપીરાઈટ ઉલ્લંઘનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોંગ્રેસે ભારત જોડો યાત્રાને લગતો એક વીડિયો તૈયાર કર્યો હતો. મ્યુઝિક લેબલ દાવો કરે છે કે આ વીડિયો માટે તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે રાઇટ્સ તેમની પાસે છે. કોંગ્રેસે તેના અભિયાનના પ્રચાર માટે આ વિડીયો તૈયાર કર્યા હતા અને તેમાં આ ફિલ્મના ગીતો અને મ્યુઝિકનો ઉપયોગ કર્યો હતો. વળી આ માટે કોંગ્રેસે એમ આર ટી મ્યૂઝિકની મંજુરી કે લાયસન્સ પણ લીધું ન હતું.
આ કલમો હેઠળ FIR નોંધાઈ હતી
કલમ 403 (સંપત્તિની અપ્રમાણિક હેરાફેરી), 465 (બનાવટી માટે સજા), 120 કલમ 403, 465 અને 120B r/w કલમ 34 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66 હેઠળ પક્ષ અને કોંગ્રેસના ત્રણ નેતાઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 63 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
The complaint was filed by MRT music and FIR was lodged against Rahul Gandhi, Jairam Ramesh and Supriya Shrinate at Yeshwanthpur Police Station.
— ANI (@ANI) November 7, 2022
કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું?
The complaint was filed by MRT music and FIR was lodged against Rahul Gandhi, Jairam Ramesh and Supriya Shrinate at Yeshwanthpur Police Station.
— ANI (@ANI) November 7, 2022બેંગલુરુની એક કોર્ટે મ્યુઝિક કોપીરાઈટ કેસમાં કામ કરતા કોંગ્રેસઅને તેના અભિયાન 'ભારત જોડો યાત્રા'ના ના ટ્વિટર હેન્ડલને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. આદેશ પસાર કરતાં, કોર્ટે કહ્યું કે જો પ્રથમદર્શી પુરાવા રજૂ કર્યા પછી પણ સાઉન્ડ રેકોર્ડ્સના કથિત ગેરકાયદેસર ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે તો વાદીને ભોગવવું પડશે. આ મોટા પાયે કોપીરાઈટ ઉલ્લંઘન તરફ દોરી જશે.
સમગ્ર મામલો શું હતો ?
રાહુલ ગાંધી આજકાલ તેમની ભારત જોડો યાત્રા પર છે, તેમના આ અભિયાનને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આમાં કોંગ્રેસે સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF'ના સંગીતનો ઉપયોગ કર્યો હતો.જેના કારણે KGF ચેપ્ટર 2 ફેમ MRT મ્યુઝિકે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. એમઆરટી મ્યુઝિકની ફરિયાદના આધારે યશવંતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરમાં રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેતનું નામ લેવામાં આવ્યું હતું.