રસ્તા પર વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી, ભાજપ સરકાર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ! જાણો અમિત ચાવડાએ શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-05 12:50:37

ગુજરાતમાં વરસાદી મોસમ જામી છે. સિઝનની શરૂઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તિ ઉઠી છે, પરંતુ રોડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર પડેલા ખાડા, ભૂવાને કારણે લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે અમદાવાદમાં તેમજ રાજ્યમાં વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે.  અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે શું એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી? ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રીજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભુવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થાય છે.

  

રસ્તા પર પડતા ખાડાને લઈ કોંગ્રેસે કર્યા પ્રહાર

વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. વરસાદની શરૂઆત થતાં જ રાજ્યના રસ્તાઓ પર ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત જેવા શહેરો હોય કે કોઈ ગામડાનો રસ્તો હોય દરેક જગ્યાઓ પર ભૂવા અથવા તો ખાડા મળી આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જ્યાં પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી હોય. રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. ત્યારે વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. શું એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી? ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રીજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભુવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થાય છે.     


અમિત ચાવડાએ અનેક બ્રિજોના આપ્યા ઉદાહરણ

પોતાના સંબોધનમાં અમિત ચાવડાએ મોરબી બ્રિજ દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલમાં જ મોરબીમાં થયેલી દુખ:દ ઘટનામાં જે બ્રીજ તૂટ્યો તેમાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તાપી જીલ્લામાં મીઢોળા નદી પર બનાવેલો બ્રીજ તૂટ્યો, સુરતમાં 110 કરોડના ખર્ચે બનેલા અન્ડરપાસ બ્રિજમાં ગાબડા પડ્યા, સાથેસાથે સુરતમાં બીજા એક બ્રિજનો સ્લેબ તુટ્યો, અમદાવાદની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો એ આપણે સૌ જાણીએ છીએ, આખો બ્રીજ તોડી પાડવાના આદેશો કરવા પડ્યા, વડોદરામાં અટલ બ્રિજની સેફટી વોલ તૂટી ગઈ, સાબરમતી નદી ઉપર 75 કરોડના ખર્ચે બનાવેલા અટલ બ્રીજ પરના ગ્લાસ પર તિરાડ પડી, જેને મોદીજીના હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આવા અનેક દાખલા આપણી સામે મોજુદ છે.



ગેનીબેન ઠાકોરે પણ સરકારને આડેહાથ લીધી હતી 

અમિત ચાવડા ઉપરાંત પત્રકાર પરિષદમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા. ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર દારુબંધી મામલે સવાલો ઉઠાવ્યા હતા. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા હતા કે ગુજરાતના સરહદના જિલ્લાઓમાં કેવી રીતે બીજા રાજ્યોથી દારુ પહોંચી રહ્યો છે અને કેવી રીતે ગાંધીનગર સુધી હપ્તા પહોંચી રહ્યા છે. બંને નેતાઓએ  કોન્ટ્રાક્ટ સિસ્ટમ, ગુજરાતમાં બિસ્કિટની જેમ તૂટતા બ્રિજ, ટેન્ડર પ્રક્રિયા, ફિટનેસ સર્ટિફિકેટ, ભ્રષ્ટાચાર, ગુજરાતમાં દારુ ઘૂસાડવાના વેપલા વગેરે વિષય પર સરકાર પર પ્રહાર કર્યા હતા.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?