Congress : Loksabha Election પહેલા પવન ખેરાએ વોશિંગ મશીન રાખીને કરી Press Conference, બીજેપી પર કર્યો કટાક્ષ!, શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-03-30 17:00:44

ચૂંટણી સમયે એક શબ્દ અનેક વખત સાંભળવામાં આવ્યો હશે અને એ છે બીજેપીનું વોશિંગ મશીન. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. ભાજપ માટે એમ પણ સામાન્ય રીતે કહેવામાં આવે છે કે બીજેપીના વોશિંગ મશીનમાં તમે ધોવાઈ જશો તો તમે પવિત્ર થઈ જશો... બીજેપીના વોશિંગ મશીનનો ડેમો મમતા બેનર્જીએ આપ્યો હતો. ભાજપમાં જોડાતા જ નેતાઓ પવિત્ર થઈ જતા હોય છે, તેમના પર ચાલતા કેસ બંધ થઈ જતા હોય છે વગેરે વગેરે..! તે તો આપણે જાણીએ છીએ કે.. બીજેપીના વોશિંગ મશીન પર કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે. 

સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીઓ થઈ એક્ટિવ! 

લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. કટાક્ષ કરતા અનેક વીડિયો રાજકીય પાર્ટી દ્વારા મૂકવામાં આવતા હોય છે જે બીજેપી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય... એક બીજા પર કટાક્ષ કરતા તેઓ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. ત્યારે બીજેપીના વોશિંગ મશીનને લઈ કોંગ્રેસ કટાક્ષ કરવામાં આવ્યો છે..! પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પવન ખેરા હાજર હતા તેમણે બીજેપીના વોશિંગ મશીનને લઈ વાત કરી હતી.


બીજેપીના વોશિંગ મશીન અંગે કોંગ્રેસે કરી વાત!

કોંગ્રેસ દ્વારા ટ્વિટ મૂકવામાં આવી છે જેમાં પવન ખેરા કહી રહ્યા છે કે જ્યારે પણ આપણા કપડા પર ડાઘ પડે છે, તો ક્યારેક સૌથી મોંઘો વોશિંગ પાવડર પણ ડાઘ દૂર કરવામાં અસમર્થ હોય છે.પરંતુ હવે બજારમાં એક એવો વોશિંગ પાવડર અને વોશિંગ મશીન આવી ગયું છે, જે દરેક ડાઘને સાફ કરે છે.  વોશિંગ પાવડરનું નામ 'મોદી વોશિંગ પાવડર' છે અને આ વોશિંગ મશીનની કિંમત 8,552 કરોડ રૂપિયા છે. આ મશીન માત્ર સાફ જ નથી કરતું, પરંતુ સ્પિન બટન દબાવવાથી કૌભાંડી દેશભક્ત બની જાય છે અને ધીમા બટન દબાવવાથી તપાસ ધીમી પડી જાય છે. આ યંત્રનો જાદુ છે, તેથી જ તેને 'જાદુઈ મશીન' કહેવામાં આવે છે.

પ્રફુલ પટેલ વિશે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ટ્વિટ!

આ સિવાય કોંગ્રેસ દ્વારા અનેક બીજી ટ્વિટ કરવામાં આવી છે જેમાં પ્રફુલ પટેલ અંગે લખવામાં આવ્યું છે. પવન ખેરાએ કહ્યું કે સીબીઆઈએ પ્રફુલ પટેલ સામેનો કેસ બંધ કરી દીધો. તેઓ થોડા મહિના પહેલા જ બીજેપી ગઠબંધનમાં જોડાયા હતા. પ્રફુલ્લ પટેલ વોશિંગ મશીનમાં ગયો અને સાફ થઈને બહાર આવ્યો. આ માત્ર એક નામ નથી પરંતુ આવા 21 નામ છે. ભાજપે પ્રફુલ્લ પટેલ પર આરોપ લગાવ્યો હતો કે એર ઈન્ડિયાને વિમાન લીઝ પર લેવાની કોઈ જરૂર નથી.પરંતુ તેમ છતાં એરોપ્લેન લેવામાં આવ્યા, જેના કારણે 3000 કરોડથી વધુનું નુકસાન થયું. અમને પૈસા મળ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. વિપક્ષ દ્વારા લગાવવામાં આવતો આરોપ સાવ ખોટો પણ નથી, પરંતુ તેનો અર્થ એ પણ નથી થતો કે વિપક્ષી પાર્ટીઓ દૂધથી ધોવાયેલી છે. 


અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં.... 

ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે તે જોડાયા ત્યારે તે પવિત્ર થઈ ગયા.. મહારાષ્ટ્રની રાજનીતિ હોય છે કે પશ્ચિમ બંગાળની રાજનીતિ હોય આવા ઉદાહરણો આપણી સમક્ષ છે.જે લોકો પર આરોપ લાગે છે કરપ્શનના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય,તો એ લોકો શુદ્ધ થઈ જાય. પરંતુ જ્યારે આ લોકો ભાજપમાં નથી જોડાતા ત્યારે એકાએક ઈડીનો આત્મા જાગે છે, ઈડી એમના ઘરે પહોંચે છે  અને તેમને ઉપાડીને જેલમાં લઈ જાય છે. ઈડી જેને જેલમાં નાખે છે તેમની અંદર ચોર નથી હોતો તેવું અમે નથી કહી રહ્યા પરંતુ ચોર માત્ર વિપક્ષના નેતાઓ જ છે? ઈડીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠતા રહ્યા છે, વિપક્ષી પાર્ટીઓ દ્વારા અનેક વખત આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઈડીએ પણ જાણે અલગ પ્રકારના ચશ્મા પહેર્યા છે! 


ઈડી ક્યારે નિષ્પક્ષ બની કાર્યવાહી કરશે? 

જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાને ઈડી જોવે છે તો તેને લાગતું હશે આ તો મહાપુરૂષ છે..! પરંતુ એ જ ઈડીની નજર જ્યારે બીજેપીનો ખેસ પહેર્યા વગરના નેતા પર પડે છે ત્યારે તેને બધામાં ચોર દેખાય છે..! કાર્યવાહી થાય છે, અને જેલમાં પૂરે છે..ઈડી જે બાકીની કાર્યવાહીઓ કરે છે તે વિપક્ષી નેતાઓ હોય છે મુખ્યત્વે કિસ્સાઓમાં... જેટલી નિષ્ઠાથી ઈડી વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે એટલી જ નિષ્પક્ષતાથી સત્તાધારી પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ પણ થવી જોઈએ.. જો આ રીતે ઈડી કાર્યવાહી કરશે તો આવા ચોર ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે, ભારતીય જનતા પાર્ટીમાં એ સમૂહ વધતોને વધતો જશે...!



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?