હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસ બની આક્રામક! ભ્રષ્ટાચાર તેમજ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસના પ્રહાર! બ્રિજ પર બેનરો લગાવી લખ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-10 12:43:24

ગુજરાતમાં રસ્તાની તેમજ બ્રિજોની હાલત બિસ્માર છે તે આપણે સૌ જાણીએ છીએ. બ્રિજ તેમજ રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર થતા હોવાની ચર્ચા તેમજ વિવાદ ઘણી વખત થાય છે. આપણી સાથે એવા અનેક કિસ્સાઓ છે જેમાં થોડા સમય પહેલા બનેલા બ્રિજ પર તિરાડો દેખાતી હોય. ત્યારે હાલ સૌથી ચર્ચિત બ્રિજ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે. માત્ર 10 મહિના પહેલા બનેલા બ્રિજને બંધ કરી દેવો પડ્યો હતો. બ્રિજને તોડવો કે રાખી મુક્વો તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બધા વચ્ચે કોંગ્રેસે બ્રિજ પર બેનરો લઈ એએમસી પર નિશાન સાધ્યું છે. બેનર પર લખવામાં આવ્યું છે હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો નમૂનો. 


અમદાવાદના બ્રિજોની પણ હાલત બિસ્માર!

અમદાવાદને સ્માર્ટ સિટી ગણવામાં આવે છે. નેતાઓ આ વાતનું ગૌરવ પણ લેતા હોય છે પરંતુ અમદાવાદના રસ્તાઓ શાનમાં ઘટાડો કરી દે છે. રસ્તાઓની ગુણવત્તાને લઈ તો પ્રશ્ન ઉઠતા રહે છે પરંતુ હવે તો બ્રિજના નિર્માણ દરમિયાન વપરાતા માલ સામાનની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં બનેલો હાટકેશ્વર બ્રિજ આ વાતને જાણે સાચી સાબિત કરે છે. 


હાટકેશ્વર બ્રિજને લઈ અનેક વખત છેડાયો છે વિવાદ!

અનેક વખત હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત રસ્તાઓ ખરાબ થઈ જતા તેમજ ગાબડા પડતા બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ ઓગસ્ટમાં એક આવન જાવન માટે રસ્તાને ખુલ્લો મૂકાયો હતો. પરંતુ ત્યારે પણ વિવાદ છેડાયો હતો. નબળી ગુણવત્તાનો માલસામાનનો વપરાશ થયો હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં પણ નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો ઉલ્લેખ થયો હતો. ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ બનાવનાર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપનીના ડાયરેક્ટરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.     


બ્રિજને લઈ કોંગ્રેસે લગાવ્યા બેનરો!

ભ્રષ્ટાચાર અંગેની વાત કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવતી હોય છે. હાટકેશ્વર બ્રિજ મામલે પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બ્રિજને આ જ પરિસ્થિતિમાં રાખવો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજને લઈ બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરોમાં એએમસી પર નિશાન સાધવામાં આવ્યું છે. બેનરોમાં લખવામાં આવ્યું છે 'હાટકેશ્વર બ્રિજ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો નમૂનો'. ત્યારે જોવું રહ્યું કે હાટકેશ્વર મામલે શું કાર્ય કરવામાં આવે છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.