ભાજપ સરકારની સંવેદનશીલતા પર Congressએ કર્યા પ્રહાર! કોંગ્રેસે જણાવ્યું છેલ્લા એક વર્ષમાં કેટલા પરિવારોએ જીવન ટૂંકાવ્યું છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-04 13:27:15

આજના આ આધુનિક યુગમાં દરેક માણસને સફળ થવું છે. લોકોએ મોટા સપનાઓ પણ જોવા હોય છે પોતાના કેરિયરને લઈ, બિઝનેસને લઈ... પરંતુ જ્યારે આ સપનાઓ પૂરા ન થાય તો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. આર્થિક અથડામણને કારણે, અસમાનતાને કારણે, સામાજીક અસુરક્ષા જેવા અનેક કારણો હોય છે આત્મહત્યા કરવા પાછળ... વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. માતા પિતાની આશાઓ, ભણવાનું ભારણ, નપાસ થવાનો ડર જેવા અનેક મુદ્દાઓ હોય છે જેને કારણે વિદ્યાર્થીઓ હિંમત હારી જાય અને જીવનને ટૂંકાવી દે છે. 

અમદાવાદમાં અટલ બ્રિજ પરથી કૂદી યુવાનનો આપઘાત | Sandesh


વર્ષ 2022માં 13 પરિવારોએ કર્યું સામુહિક આપઘાત!

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા માહિતી આપવામાં આવી જેમાં સામૂહિક આપઘાત કેટલા પરિવારોએ કર્યા તે બતાવવામાં આવ્યું છે. ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૧૩ થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ - પ્રગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. દેશમાં વર્ષ ૨૦૨૨માં ૧,૭૦,૦૦૦ નાગરિકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજાભાગના એટલે કે ૫૫,૦૦૦ જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.

વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા

મહત્વનું છે કે અનેક પરિવારો એવા હોય છે જે રોજનું કમાઈને ખાતા હોય છે. જો એક દિવસ તેમને કામ ન મળે તો તેમના પરિવારને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13થી વધુ પરિવારઓએ સામુહિક આપઘાત કરી લીધો છે. મનીષ દોશીની જાણકારી સાથે કોંગ્રેસે ટ્વિટ કર્યું કે આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પણ તેમના જીવનને ટૂંકાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ કારણોસર 3740 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યા કોઈ સોલ્યુશન નથી મુસીબતનું...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?