વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-27 16:33:09

દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતા સામાન્ય માણસને ભારે ફટકો પડી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થતા દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે વધતા પેટ્રોલના ભાવને લઈ કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ગૌરવ વલ્લભે કહ્યું કે પેટ્રેલના ભાવ 14 રૂપિયા ઓછા થઈ શકે છે. પરંતુ મોદી સરકારે ભાવમાં ઘટાડો કર્યો નથી.


દૂધના વધતા ભાવને લઈને પર પણ કર્યા પ્રહાર 

મોંઘવારીને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. મોંઘવારીને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ વધતા દરેક ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલે તેમજ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધનો ભાવ વધવાને કારણે સામાન્ય માણસના ખીસ્સા પર બોજ વધી ગયો છે.

  




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.