પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે એક સવાલ, એક આરોપ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા લગાવવામાં આવ્યો છે...! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં પોલીસ અને તંત્ર પર આરોપ લગાવવમાં આવ્યો છે કે પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી (શક્તિસિંહ ગોહિલ) પાસે આવી છે. સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તો તેનું રેકોર્ડિંગ કરવામાં આવે અને વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલવામાં આવે...
સોશિયલ મીડિયા પર શક્તિસિંહ ગોહિલે લખ્યું કે..
ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો દરેક નાગરિકની ફરજ છે.. મતદાન કરી લોકશાહીને જાળવવી એ આપણી ફરજ છે.. પોતાના પસંદના ઉમેદવારને મત આપી મતદાતાઓ સંસદ તેમને પહોંચાડતા હોય છે.. ચૂંટણી પક્ષપાત વગર તટસ્તાથી પૂર્ણ થાય તેની જવાબદારી તંત્રની અને પોલીસની હોય છે... ત્યારે પોલીસ અને તંત્રને લઈ શક્તિસિંહ ગોહિલ દ્વારા વાત કરવામાં આવી છે.. સોશિયલ મીડિયા પર અનેક મતદાતાઓને ડરાવી ધમકાવીને સત્તાધારી પક્ષને મત આપવા માટે ફોર્સ કરવામાં આવે છે પોલીસ અને તંત્ર દ્વારા આવી અનેક રજૂઆત કોંગ્રેસને મળી છે તેવી વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે...
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે....
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શક્તિસિંહ ગોહિલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે આ અંગેની વાત કરી છે... ટ્વિટમાં તેમણે લખ્યું છે ચૂંટણીનું પવિત્ર પર્વ ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત. પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી પાસે આવી છે. હું સૌ જાગૃત મતદાતાઓને કહેવા માગું છું કે, પોલીસ કે તંત્ર દ્વારા આપને મતદાન બાબતે ધમકાવવામાં આવતા હોય તો આ ગુન્હાહીત કૃત્યનું મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરો, CCTV કેમેરા હોય તો તેની ફૂટેજ મેળવીને કોંગ્રસ પક્ષના વોરરૂમના વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલો. અમારી ટીમ કાયદાકીય કાર્યવાહી કરશે.
તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ જનસેવક છે. આપનો ધર્મ તટસ્થતાથી ભય વગર કામ કરવાનો છે અને આપ આપની પવિત્ર ફરજ જનસેવક તરીકેની બજાવશો તેવી અપેક્ષા.