મોદી સરકારના 'વ્હાઈટ પેપર' સામે કોંગ્રેસે 'બ્લેક પેપર' જાહેર કર્યું, 10 વર્ષના શાસનની ગણાવી નિષ્ફળતાઓ


  • Published By :
  • Published Date : 2024-02-08 20:52:10

કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતાઓને બતાવતું એક બ્લેક પેપર જાહેર કર્યું છે. કોંગ્રેસે પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે બ્લેક પેપર જાહેર કર્યું જેમાં મોંઘવારી, બેરોજગારી, સામાજીક ન્યાય, ખેડૂતો અને અન્ય વિષયો પર સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે આ બ્લેક પેપર જાહેર કર્યું , પાર્ટીએ તેને '10 વર્ષનો અન્યાય કાળ' નામ આપ્યું છે. કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર તેની નિષ્ફળતાઓને છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.


કોંગ્રેસના બ્લેક પેપરમાં શું ઘટસ્ફોટ કરાયો? 


કોંગ્રેસે આંકડાઓ રજૂ કરતા કહ્યું કે, ભાજપના કાર્યકાળમાં બેરોજગારી 45 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. 2012માં બેરોજગારી એક કરોડ હતી, જે વધીને 2022માં લગભગ 4 કરોડ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારની 10 લાખ મંજૂર થયેલી જગ્યાઓ ખાલી છે.


સ્નાતક અને અનુસ્નાતકોના કિસ્સામાં બેરોજગારીનો દર 33 ટકા છે. દર ત્રણમાંથી એક યુવક નોકરીની શોધમાં છે. દર કલાકે બે બેરોજગાર લોકો આત્મહત્યા કરી રહ્યા છે.


વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત મે 2014ની તુલનામાં વર્ષ 2024ના વર્તમાન સમયમાં 20 ટકાનો ઘટાડો થયો છે. કિંમતો 100 ડોલરથી ઘટીને 79 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. આમ છતાં મોદી સરકાર એલપીજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરે છે, જેના કારણે અન્ય તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ છે.


PM મોદીએ તેમના પૂંજીપતિ મિત્રોને સમૃદ્ધ બનાવવા માટે સંસદ દ્વારા ત્રણ કૃષિ કાયદા પસાર કરવ્યા હતા. આ કાળા કાયદા સામે અવાજ ઉઠાવતા 700 ખેડૂતો શહીદ થયા હતા. PM પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓએ 40 હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે, જ્યારે દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે.


મહિલાઓ સાથેના અન્યાય પર કોંગ્રેસે બ્લેક પેપરમાં કહ્યું કે 2022માં ભારતમાં બળાત્કારના કુલ 31,516 કેસ નોંધાયા છે. આ સરેરાશ આંકડો પ્રતિ દિવસના હિસાબથી 86 જેટલો થાય છે. બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે. જ્યારે ગુનેગારોને દોષિત ઠેરવવાનો દર ઘણો ઓછો માત્ર 27.4 ટકા જ છે.


આજે ચીને આપણી સેંકડો કિલોમીટર જમીન પર કબજો જમાવ્યો છે, પરંતુ મોદી સરકાર મૌન છે. ઉપરાંત અગ્નિપથ જેવી યોજનાઓ લાવીને સેનાને નબળી કરી છે. આનાથી આપણા યુવા દેશભક્તોનું મનોબળ તુટ્યું છે.


કોંગ્રેસે કહ્યું કે 2013ની સરખામણીમાં 2022માં SC-ST સમુદાયો સામેના ગુનાઓમાં 48 ટકાનો વધારો થયો છે. 


ઓબીસીની ગણતરી કરવા માટે સામાજિક-આર્થિક-જાતિની વસ્તી ગણતરી કરવાનો સરકારનો ઇનકાર એ લોકોનું અપમાન છે જેમને નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વથી વંચીત રાખવામાં આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?