કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, અત્યાર સુધીમાં કુલ 111 ઉમેદવારો થયા જાહેર


  • Published By :
  • Published Date : 2022-11-12 23:11:22

કોંગ્રેસે નવા 9 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ નવ ઉમેદવારોનું નામ જાહેર થતાંની સાથે જ કોંગ્રેસે કુલ 111 ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતારી દીધા છે. ગઈકાલે જ કોંગ્રેસે નવા સાત ઉમેદવારોની જાહેરાત કરી હતી અને ગણદેવી બેઠક પર ઉમેદવારને બદલાવ્યા હતા. 

દ્વારકા 

મૂળુ કંડોરિયા

તાલાલા 
માનસિંહ ડોડિયા
કોડિનાર 
મહેશ મકવાણા
ભાવનગર ગ્રામ્ય 
રેવતસિંહ ગોહિલ 
ભાવનગર પૂર્વ 
બળદેવ સોલંકી
બોટાદ 
રમેશ મેર
જંબુસર 
સંજય સોલંકી
ભરૂચ 
જયકાંત બી પટેલ
ધરમપુર 
કિશન વેસ્તા પટેલ

દ્વારકામાં મૂળુ કંડોરિયા

દ્વારકામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. દ્વારકા વિધાનસભા બેઠક પર પબુભા માણેક ભાજપના ઉમેદવાર છે અને કોંગ્રેસના ઉમેદવાર મૂળુ કંડોરિયા છે. જો કે આમ આદમી પાર્ટીએ કોઈ પણ ઉમેદવારોની જાહેરાત હજુ સુધી નથી કરી. 


તાલાલામાં માનસિંહ ડોડિયા

તાલાલા બેઠક પર કોંગ્રેસે માનસિંહ ડોડિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આની સાથે જ તાલાલા બેઠક પર ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપમાંથી ભગવાન બારડ ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીમાંથી દેવેન્દ્ર સોલંકીને મોકો મળ્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભગવાન બારડે બાજી મારી હતી અને સીટ કોંગ્રેસને અપાવી હતી. 


કોડિનારમાં મહેશ મકવાણા

કોડિનાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે મહેશ મકવાણાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોડિનાર વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. કોડિનારમાં ભાજપે પ્રદ્યુમ્ન વાજા અને આમ આદમી પાર્ટીએ વાલજી મકવાણાને મોકો આપ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મોહનલાલ માલાભાઈ વાજાએ કોડિનાર બેઠક કોંગ્રેસને અપાવી હતી. વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના જેઠા સોલંકીએ કોડિનારની બેઠક પોતાના નામે કરી હતી. 


ભાવનગર ગ્રામ્યમાં ભાવનગર ગ્રામ્ય 

કોંગ્રેસ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર રેવતસિંહ ગોહિલને મેદાને ઉતાર્યા છે. વર્ષ 2017માં પરસોત્તમ સોલંકીએ 30 હજારથી વધુ મતથી આ બેઠક પોતાને નામ કરી હતી. 2012માં પણ પરસોત્તમ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય બેઠક ભાજપને નામ કરી હતી. 


ભાવનગર પૂર્વમાં બળદેવસિંહ સોલંકી

વિભાવરી બેન દવે જે ભાવનગર પૂર્વ બેઠક પરથી ચૂંટાયા હતા તે બેઠક પર કોંગ્રેસે બળદેવ સિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે સેજલબેન પંડ્યા અને આમ આદમી પાર્ટીએ હમીર રાઠોડને ઉમેદવાર બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિભાવરીબેન દવેને રીપીટ નથી કર્યા. 2.43 લાખથી વધુ મત ધરાવતી ભાવનગર પૂર્વ બેઠક વર્ષ 2012 અને 2017માં વિભાવરીબેન દવેએ ભારતીય જનતા પાર્ટીને અપાવી હતી.  


બોટાદમાં રમેશ મેર

બોટાદ બેઠક પર કોંગ્રેસ રમેશ મેરને મોકો આપ્યો છે. ભાજપે ઘનશ્યામ વિરાણી અને આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ વર્ષ 2017માં સૌરભભાઈ પટેલ આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ભાજપમાંથી સૌરભ પટેલે કોંગ્રેસના ડીએમ પટેલને 900 જેટલા મતથી હરાવ્યા હતા. 


જંબુસરમાં સંજય સોલંકી રીપીટ

જંબુસર બેઠક પર કોંગ્રેસે સંજય સોલંકીને રીપીટ કર્યા છે. ભાજપને દેવકિશોરદાસજી સાધુ અને આમ આદમી પાર્ટીએ સાજીદ રેહાનને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં સંજય સોલંકીએ 6 હજાર 412 મતથી ભાજપના છતરસિંહ મોરીને હરાવ્યા હતા. જો કે વર્ષ 2012માં છતરસિંહ મોરીએ જંબુસર બેઠક ભાજપના ખાતે અપાવી હતી. 


ભરૂચમાં જયકાંત બી પટેલ

ભરૂચ બેઠક પર હજુ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી પરંતુ ભાજપે રમેશ નારણ મીસ્ત્રી અને કોંગ્રેસે જયકાંત બી પટેલને મેદાને ઉતાર્યા છે. અગાઉ દુષ્યંત પટેલે ભરૂચ બેઠક ભાજપને અપાવી હતી. 


ધરમપુરમાં કિશન વેસ્તા પટેલ

ધરમપુર બેઠક પર કોંગ્રેસે કિશન વેસ્તા પટેલને મોકો આપ્યો છે. ભાજપે અરવિંદ છોટુ પટેલને રીપીટ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ કમલેશ પટેલને મેદાને ઉતાર્યા છે. વર્ષ 2017માં ભાજપના અરવિંદ છોટુ પટેલે 22 હજારથી વધુની જંગી લીડથી કોંગ્રેસના ઈશ્વર ધેનુ પટેલને હરાવ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?