Congressએ Rajasthan માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો Rajasthanની જનતાને Congressએ શું કર્યા વાયદા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-21 13:00:12

થોડા દિવસો બાદ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 25 નવેમ્બરે ત્યાં ચૂંટણી યોજાવાની છે તે પહેલા કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઘોષણા પત્ર જાહેર કર્યો છે જેમાં રાજસ્થાનની જનતાને અનેક વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ચાર લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે, મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મલ્લિકાર્જુન ખડેગેએ ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે ચૂંટણી થવાની છે. મેનિફેસ્ટોમાં મતદાતાઓને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ યોજનાઓની, વિવિધ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા થોડા સમય પહેલા ચૂંટણી ઢંઢેરાની ઘોષણા કરવામાં આવી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. પોતાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસે યુવાનોને, મહિલાઓની સુરક્ષા અંગે તેમજ ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. 


મહિલાની સુરક્ષા માટે કરાશે આ કામ 

જયપુરના પાર્ટી કાર્યાલયથી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા અનેક  વાયદા કરવામાં આવ્યા છે જેમાં 4 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. યુવાનો માટે 10 લાખ નવી નોકરીઓ ઉભી કરવામાં આવશે. આ સિવાય પરિવહનમાં મુસાફરી ભાડામાં ડિસ્કાઉન્ટ ઉપરાંત મફત માસિક પાસ પણ જારી કરવામાં આવશે તેમજ મહિલાઓની સુરક્ષા માટે જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે અને ગાર્ડની નિમણૂંક કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?