આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે અને ચૈતર વસાવાની શોધખોળ ચાલી રહી છે. અનેક સમય વિત્યો પરંતુ ચૈતર વસાવા હજી પોલીસને પકડની બહાર છે. ચૈતર વસાવાના સમર્થનમાં કેમ્પેઈન ચલાવ્યું પરંતુ તે બાદ આ મામલે તે નિષ્ક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આપ દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં આવી નથી રહ્યું. આપ આ મામલે કંઈ નથી કરી રહ્યું પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે.
આપ દ્વારા કેમ્પેઈન ચલાવવામાં આવ્યું પરંતુ હવે!
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપ દ્વારા રેલી કાઢવામાં આવી. ચૈતર વસાવાના સપોર્ટમાં કેમ્પેઈન ચલાવવામાં આવ્યું પરંતુ આ મામલે આપ એટલી આક્રામક નથી દેખાઈ જેટલા આક્રામક કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દેખાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ આ મામલે વધારે આક્રામક દેખાઈ નથી રહ્યા. શરૂ શરૂમાં જ્યારે કેસ થયો ત્યારે આપના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા. પરંતુ ધીરે ધીરે આ પણ આપ દ્વારા બંધ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. અનંત પટેલે અનેક વખત આપ્યું છે ચૈતર વસાવાને સમર્થનમાં નિવદેન
અનંત પટેલે અનેક વખત આપ્યું છે ચૈતર વસાવાના સમર્થનમાં નિવદેન
ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને જીજ્ઞેશ મેવાણી આવ્યા છે. અનંત પટેલે તો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. થોડા સમય પહેલા પણ તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેવી રીતે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેવો અવાજ કદાચ આમ આદમી પાર્ટીને ઉઠાવવો જોઈએ! થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં ફરી એક વખત અનંત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.