Palanpur Bridge દુર્ઘટનાને લઈ Congress આક્રામક, Corruption મુદ્દે સરકારને ઘેરી! લખ્યું 'કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-26 13:21:16

ગુજરાતમાં જેમ પેપર ફૂટે છે તેવી રીતે અનેક પુલો ધરાશાયી થાય છે. છેલ્લા થોડા વર્ષોમાં 13 જેટલા બ્રિજ તૂટી પડ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા પાલનપુર બ્રિજ તૂટી પડ્યો હતો જે નિર્માણાધીન હતો. જે બ્રિજ કામગીરી વખતે જ તૂટી પડતો હોય તે બ્રિજની ગુણવત્તા પર પણ અનેક સવાલ થાય છે. અનેક બ્રિજો ગુજરાતમાં તૂટી પડ્યા છે પરંતુ કાર્યવાહી ના નામ પર શું કરાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે તેને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને ઉઠાવી રહી છે. મુદ્દો તો ઉઠાવી રહી છે પરંતુ સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. 

ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે!

પાલનપુર બ્રિજ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. દુર્ઘટનાને લઈ લોકોમાં રોષ છે કારણ કે બ્રિજ તૂટવાની ઘટના પહેલી નથી આ, આવી તો અનેક દુર્ઘટનાઓ બની છે જેમાં લોકોના મોત થયા છે. પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે આ વખતે પણ કોન્ટ્રાક્ટરને લઈ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે આ મામલે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે એક ન્યુઝ પેપરનું કટિંગ મૂક્યું છે જેમાં કોન્ટ્રાક્ટરને લઈ માહિતી આપવામાં આવી છે. 


અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વિટ

પેપર કટિંગની સાથે અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે કમલમમાં કમિશન પહોંચાડવાથી, બ્લૈક લિસ્ટ થયેલી કંપનીને પણ સરકારી કોન્ટ્રાક્ટ મળી જાય છે. આ છે ભાજપનું વિકાસ મોડલ! મહત્વનું છે કે જે કંપનીને આ પુલ નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યું છે તે કંપનીને થોડા વર્ષો પહેલા બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ કંપનીએ ફન્ડીંગ પણ કર્યું હતું. આ વાતનો ઉલ્લેખ પણ અર્જુન મોઢવાડિયાએ બીજી એક ટ્વિટમાં કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 


पालनपुर में दुर्घटनाग्रस्त ब्रिज बनाने वाली, GPC इंफ्रास्ट्रक्चर कंपनी ने भाजपा को ₹1.25 करोड़ का चुनाव फंड दिया था। इस से पहले की ब्रिज दुर्घटनाओं में भी ज्यादातर केस में ब्रिज बनाने वाली कंपनी के भाजपा अथवा भाजपा नेताओं के साथ संबंध खुलकर सामने आया है। कई केस में तो ब्लैकलिस्ट हो चुकी कंपनियों को भी ब्रिज बनाने का कॉन्ट्रैक्ट दिया गया है। मतलब स्पष्ट है, भाजपा को चुनाव फंड़ दो और भ्रष्टाचार का लाइसेंस प्राप्त करो।

ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આવી જ કંઈ કરાઈ છે ટ્વિટ

મહત્વનું છે કમિશનને લઈ કોંગ્રેસ દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો ઉલ્લેખ અમિત ચાવડાએ કર્યો હતો. તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે - 

કમલમ માં કમિશન પહોચાડો તો બ્લેકલિસ્ટેડ કંપની ને પણ કોન્ટ્રાક્ટ મળી જાય!

કોન્ટ્રાક્ટ, કમિશન,કમલમ ના ચક્કરમાં ગુજરાતની જનતાનો મરો!




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?