2024 શરૂ થયું ત્યારથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે ચૂંટણી ક્યારે આવશે? ચૂંટણીની તારીખો જાણવાની આપણને સૌને આતુરતા હતી... ચૂંટણીની તારીખો જાહેર પણ થઈ ગઈ અને ત્રણ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ પણ થઈ ગયું... ગુજરાતની 26 બેઠકો માટે મતદાન પણ થઈ ગયું... ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક બેઠકો એવી રહી છે જે ચર્ચામાં રહી હોય... મુખ્યત્વે એવી બેઠકો છે જ્યાં ઉમેદવાર તરીકે રાજકીય પાર્ટીએ ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા છે... કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે અનેક ધારાસભ્યોને ટિકીટ આપી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ ધારાસભ્યને ટિકીટ આપી ન હતી.. કાંતો સાંસદને રિપીટ કર્યા છે કાં તો નવા ચહેરાને તક આપી છે..


કયા ધારાસભ્યને ક્યાંથી બનાવ્યા લોકસભા બેઠકના ઉમેદવાર?
ગુજરાતની 7 બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર તરીકે ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારાયા હતા.. તે બેઠકો હતી ભરૂચ લોકસભા બેઠક જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી આમ આદમી પાર્ટી... તે બાદ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગરના લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા.. ઉમેશ મકવાણા પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે.. તે બાદ કોંગ્રેસની વાત કરીએ તો વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા.

તે બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને આણંદ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા.તે બાદ વલસાડ લોકસભા બેઠક માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી.. તે સિવાય સાબરકાંઠાના લોકસભા ઉમેદવાર તુષાર ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્ય છે. તે ઉપરાંત ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે તેમને પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા...



ભાજપે કોને આપી છે ટિકીટ?
આ ઉમેદવારોની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરીએ તો ભરૂચમાં બીજેપીએ મનસુખ વસાવાને ઉતાર્યા હતા, બનાસકાંઠામાં ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી.. તે સિવાય વલસાડમાં ધવલ પટેલને ટિકીટ આપવામાં આવી.. ભાવનગરમાં નીમુંબેન બાંભણિયાને ઉતારવામાં આવ્યા હતા.. આણંદ લોકસભા બેઠક પર મિતેશ પટેલને ટિકીટ આપવામાં આવી હતી. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે રાજપાલસિંહ જાદવને ટિકીટ આપી છે.. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે શોભના બેન બારૈયાને ટિકીટ આપી હતી.

કઈ બેઠક પર કેટલું થયું મતદાન?
લોકસભા બેઠકમાં થયેલા મતદાનના ટકાની વાત કરીએ તો બનાસકાંઠામાં 68.44 ટકા મતદાન થયું છે સરેરાશ.. સાબરકાંઠાનું સરેરાશ મતદાન 63.04 ટકા થયું છે, ભરૂચ લોકસભા બેઠક પર 68.75 ટકા મતદાન નોંધાયું છે તે સિવાય આણંદમાં નોંધાયેલા મતદાનની વાત કરીએ તો 63.96 ટકા થયું છે. તે સિવાય વલસાડ લોકસભા બેઠકની વાત કરીએ તો 72.24 ટકા નોંધાયું છે તે સિવાય પંચમહાલ લોકસભા બેઠક પર નોંધાયેલા મતદાનની વાત કરીએ તો ત્યાં 58.65 ટકા મતદાન થયું છે.
અનેક બેઠકોની ચર્ચા થઈ કારણ કે....
મહત્વનું છે કે આમાંની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા અવાર નવાર થઈ હતી. બનાસકાંઠા લોકસભા બેઠક, ભરૂચ લોકસભા બેઠક, વલસાડ લોકસભા બેઠકની થઈ છે...ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલતો શાબ્દિક યુદ્ધ ચર્ચામાં રહ્યો.. તે સિવાય બનાસકાંઠા લોકસભા બેઠક જ્યાં બનાસની બેન અને બનાસની દીકરી વચ્ચે જંગ જામ્યો હતો.. અનંત પટેલ પણ અનેક વખત ચર્ચામાં રહ્યા..
મતદાતા કોને બનાવશે સાંસદ તે જોવું રહ્યું...
તે સિવાય સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને બદલ્યા હતા જેને કારણે ચર્ચાઓ થઈ હતી આ બેઠકની.. મહત્વનું છે કે આણંદ લોકસભા બેઠકની ચર્ચાઓ એટલી ના થઈ હતી.. તે સિવાય પંચમહાલ લોકસભા બેઠકની પણ એટલી ચર્ચાઓ ના થઈ હતી. વિધાનસભા ચૂંટણી વખતે જનતાએ ઉમેદવાર પર વિશ્વાસ રાખી ધારાસભ્ય બનાવ્યા હતા. ત્યારે જોવું રહ્યું કે શું લોકસભા ચૂંટણી વખતે મતદાતા તેમને સાંસદ બનાવે છે કે કેમ? પરિણામ ચોથી જૂનના રોજ આવશે..