મોંઘવારી ઘટાડવી છે તો રિલાયન્સ, ટાટા, બિરલા, અદાણી ગ્રુપને તોડી નાખો, RBIના આ પૂર્વ ડેપ્યુટી ગવર્નરે કર્યું સૂચન


  • Published By :
  • Published Date : 2023-03-30 14:53:06

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર રહી ચૂકેલા વિરલ આચાર્યએ દેશની પાંચ મોટી કંપનીઓને તોડી નાખવાનું સૂચન કર્યું છે. તેમનું કહેવું છે કે રિલાયન્સ ગ્રુપ, ટાટા ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ, અદાણી ગ્રુપ અને ભારતી ટેલિકોમ જેવી મોટી-5 કંપનીઓના કારણે નાની કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ કંપનીઓ રિટેલ, સંસાધનો અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટર્સમાં અપાર પ્રાઇસિંગ પાવર ધરાવે છે. મોંઘવારી વધારવામાં આ કંપનીઓનો પણ હાથ છે તેથી તેમને તોડવી જોઈએ. 


મોટી કંપનીઓનો મોંઘવારી વધારવામાં હાથ


બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 2017 થી 2019 સુધી RBIના ડેપ્યુટી ગવર્નર રહેલા વિરલ આચાર્યએ કહ્યું કે સરકારના ભારે ટેરિફને કારણે દેશની મોટી કંપનીઓને રક્ષણ મળે છે અને વિદેશી કંપનીઓ તેમને સ્પર્ધા આપવામાં અસમર્થ છે. ન્યુયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલના અર્થશાસ્ત્રના પ્રોફેસર આચાર્યએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ચેમ્પિયન બનાવવાને ઘણા લોકો નવા ભારતની ઔદ્યોગિક નીતિ માને છે. પરંતુ મોંઘવારી વધારવામાં તેમનો સીધો હાથ હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે સ્પર્ધા વધારવા અને કિંમત નિર્ધારણ શક્તિ ઘટાડવા માટે મોટી 5 કંપનીઓને તોડી નાખવી જોઈએ.


આચાર્યનું રિસર્ચ પેપર રજુ થશે


આચાર્યએ તેમના એક રિસર્ચ પેપરમાં આ વાત લખી છે. તે બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રજુ કરવામાં આવશે. આચાર્યનું કહેવું છે કે કાચા માલના ભાવમાં ઘટાડાનો લાભ ભારતીય ગ્રાહકોને સંપૂર્ણપણે નહીં મળે કારણ કે મોટી 5 કંપનીઓ મેટલ્સ, કોક, રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન તેમજ છૂટક વેપાર અને ટેલિકોમ્યુનિકેશનને નિયંત્રિત કરે છે. તેમણે જણાવ્યું કે જ્યારે સપ્લાય-ચેઈનના મુદ્દાઓ દૂર થવાને કારણે સમગ્ર વિશ્વમાં ફુગાવો ઓછો થયો છે. જ્યારે ભારતમાં વસ્તુઓ હજુ પણ મોંઘી છે. મોંઘવારી ઘટાડવા માટે રિઝર્વ બેંકે ગયા વર્ષના મે મહિનાથી રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઈની એમપીસીની બેઠક આવતા સપ્તાહે યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે રેપો રેટમાં ફરી 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે.


RBI ગવર્નર શક્તિકાંત દાસનો વિરોધ


આચાર્યએ તેમનો કાર્યકાળ પૂરો થવાના છ મહિના પહેલા જૂન 2019માં RBIમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે RBI ગવર્નર શક્તિકાંત દાસની વિરુદ્ધ અનેક નીતિગત દર નિર્ણયોમાં મત આપ્યો હતો. આચાર્યનું કહેવું છે કે ભારતે મેક્રો ઈકોનોમિક બેલેન્સ પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટ્સની વધતી શક્તિને કારણે ફુગાવો સતત ઊંચા સ્તરે રહેવાનું જોખમ સર્જાયું છે. આચાર્યએ કહ્યું કે તેમની પાસે તમામ પ્રશ્નોના જવાબ નથી પરંતુ તેના વિશે ખુલ્લી ચર્ચા કરવાથી લાભ થશે.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...