વિશેષ સત્રમાં કયા મુદ્દે ચર્ચા થશે તેને લઈ અસમંજસ! સત્રનો એજન્ડા જાણવા Soniya Gandhi PMને લખશે પત્ર, જાણો કઈ બેઠકમાં લેવાયો આ નિર્ણય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-06 13:04:12

કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રમાં કયા મુદ્દાઓને લઈ સરકારને ઘેરવી તે મુદ્દે ગઈકાલે એટલે કે મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને ઘરે INDIAમાં સામેલ લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો. INDIAમાં સામેલ 28 પક્ષોમાંથી 24 પક્ષો વિશેષ સત્રમાં હાજર રહેશે. ન્યુઝ એજન્સી એએનઆઈ અનુસાર 24 પક્ષો વતી વડાપ્રધાન મોદીને સોનિયા ગાંધી પત્ર લખશે તેવો નિર્ણય બેઠકમાં લેવાયો છે.

સોનિયા ગાંધી પીએમ મોદીને લખશે પત્ર 

સંસદમાં 18 સપ્ટેમ્બરથી વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર ચાલવાનું છે. અચાનક કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સત્ર બોલાવાતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. અનેક મુદ્દાઓને લઈ આ સત્રમાં ચર્ચા થઈ શકે છે, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અનેક બિલો પણ લાવવામાં આવી શકે છે. વન નેશન વન ઈલેક્શનને લઈ બિલ આવી શકે છે. આ સત્ર કેમ બોલાવવામાં આવ્યું છે તે હજી સુધી સ્પષ્ટ નથી. સત્રમાં કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે તે જાણવા માટે INDIA ગઠબંધન તરફથી સોનિયા ગાંધી પીએમ મોદીને પત્ર લખશે અને વિશેષ સત્ર શા માટે બોલાવામાં આવ્યું છે, સત્રનું શું એજન્ડા છે તે જાણવા માટે પત્ર લખાશે તેવો નિર્ણય ગઈકાલે મળેલી બેઠકમાં લેવાયો છે.   

ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેના ઘરે મળી સાંસદોની બેઠક 

મહત્વનું છે કે બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી સરકાર એજન્ડા કહ્યા વિના પહેલીવાર સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે. વિપક્ષના કોઈ પણ પક્ષની ન તો સલાહ લેવામાં આવી ન તો જાણ કરવામાં આવી, લોકશાહી ચલાવવાની આ રીત નથી. મોદી સરકાર મીડિયામાં સંભવિત એજન્ડાની કહાની રજૂ કરે છે, બોજારૂપ મુદ્દાઓ, બેરોજગારી, મણિપુર, ચીનનું અતિક્રમણ, કેગ રિપોર્ટ, કૌભાંડો જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને લોકોને છેતરવા માગે છે.  


વિશેષ સત્રને લઈ રાજકીય વર્તુળમાં થઈ રહી છે ચર્ચાઓ 

ઉલ્લેખનિય છે કે આ સત્રની માહિતી  સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ 'X' પર પોસ્ટ મૂકી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે "સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે." મહત્વનું છે કે આ સત્રની જાણકારી મળતા રાજકીય વર્તુળમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કયા મુદ્દાઓ પર વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે તે અંગેની માહિતી સામે આવી નથી .જેને કારણે વન નેશન વન ઈલેક્શનને લઈ બિલ પસાર થઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?