દરેક જગ્યાએ ઉલ્લું બેઠા હતા કે જનતાને ઉલ્લું સમજે છે?કિરણ પટેલના કેસમાં આટલા જવાબો આપો


  • Published By : Admin
  • Published Date : 2023-03-19 23:45:09

મુખ્યમંત્રી કાર્યાલયના અઢળક અધિકારી, પૂર્વ મુખ્યમંત્રીનો પરિવાર... આ બધાને એક માણસ નામે ડૉ.કિરણ જે પટેલ મુરખ બનાવી ગયો?


જમ્મુ-કાશ્મીર પોલીસે ગુજરાતથી ગયેલા ડૉ.કિરણ જે પટેલની જ્યારથી ધરપકડ કરી ત્યારથી દરરોજ એક એવી ગોળી ફેંકાય છે જે કોઈને ગળે ઉતરે એવી નથી, એટલીસ્ટ જે લોકો કિરણ પટેલને ઓળખે છે એ લોકો તો એ સ્વિકારવા તૈયાર નથી. પોલીસની થિઅરી પ્રમાણે એમણે 2મી માર્ચની રાત્રે એક વ્યક્તિને ઉઠાવી લીધો કેમ કે એણે પીએમઓના અધિકારી બનીને કાશ્મીરમાં અનેક લોકોને ચૂનો લગાવ્યો, અધિકારીઓને મુરખ બનાવ્યા. ઝેડ પ્લસ સિક્યોરીટી લીધી અને ઘણી એવી સુરક્ષીત જગ્યાઓ પર ગયો જ્યાં પરવાનગી વગર જવું શક્ય નથી. થોડા સમય પછી કથિત રીતે કિરણ પટેલની સાથે આવેલા 2 લોકોને પણ પુછપરછ માટે બોલાવ્યા જેમના નામ છે અમિત હિતેશ પંડ્યા અને જય સિતાપરા. અમિત પંડ્યાના પિતા એટલે કે હિતેશ પંડ્યા તો અત્યારે પણ વર્તમાન સરકારમાં સીએમઓમાં પબ્લીક રિલેશન ઓફીસર છે. એવું કહેવાઈ રહ્યું છે કે કિરણ પટેલ પોતાની સાથે જે બે લોકોને ટીમ બનાવીને લઈ ગયો એ આ લોકો હતા. તો શું એનો અર્થ એ થાય કે કિરણ પટેલના ફ્રોડમાં ગુજરાતમાં સીએમઓમાં કામ કરતા અધિકારીનો દિકરો પણ સામેલ હતો? પ્રશ્નનો જવાબ પોલીસ આપે એ માની લેવાનો છે.



પૂર્વ મુખ્યમંત્રીના પરિવારની ચર્ચા આવી કે ઘુસાડવામાં આવી?

કિરણ પટેલના અનેક રાજનેતાઓ સાથે કનેક્શન જેમ-જેમ ખુલવા લાગ્યા કે તરત જ એના પૂર્વ મુખ્યમંત્રી અને એમના પરિવાર સાથેના સંબંધો વિશે પણ વાતો આવી, કિરણ પટેલની સાથે એકસમયે ખુબ સારો સંબંધ ધરાવતા લોકોએ નામ ના આપવાની શરતે કહ્યું કે કિરણ પૂર્વ મુખ્યમંત્રીને પરિવારીક વિશેષણોથી બોલાવતો અને એમના દિકરીને દિદિ કહેતો, દિકરાને નામથી બોલાવતો, ઘણીવાર એ લોકો સાથે જ ફરતાં અને બેસતાં. જો કે કિરણ પટેલના સંબંધો ખાલી આ એક પરિવાર સાથે નહોતા, કેમ કે જે લોકો આ ચર્ચાઓ કરતા હતા એમના પણ કિરણ સાથે સારા જ સંબંધો હતા તો શું કોઈ વહેતી ગંગામાં હાથ ધોવા માગે છે? શું પૂર્વ મુખ્યમંત્રીનું નામ લઈને આખી ઘટના અને આરોપોને સિમિત કરવા માગે છે કે પછી એ પરિવાર પણ આટલા સમયથી મુરખ જ બનતો હતો? મુરખ બનવાની સંભાવનાઓ ખુબ ઓછી છે કેમ કે કિરણ પટેલના વ્યક્તિગત સંબંધો એ પરિવાર સાથે વર્ષો જૂના રહ્યા છે.


શું કોઈ બેકઅપ વગર કિરણ પટેલ ગુજરાતમાં G-20નું આયોજન કરી નાખે?

G-20નું શું મહત્વ છે એ અમારે સમજાવવાની જરૂર જ નથી. તો કોઈ જ ઓળખાણ વગર ફોટોમાં દેખાઈ રહેલા માનનીયોને બોલાવીને કિરણ પટેલે આ ઈવેન્ટ કેવી રીતે ગોઠવી? જાણીતા લેખક જય વસાવડા સાથે અનેક તસવીરો વાઈરલ થઈ અને આ કાર્યક્રમમાં એમની પણ હાજરી હતી પણ એમને તો આર.એક્સ પબ્લીસીટીએ સરકારી કાર્યક્રમ અને G20ના સંદર્ભની વાત કહીને બોલાવ્યા હતા, એમાં પણ સીએમઓના અધિકારી હાજર છે તો શું એ અધિકારી પણ મુરખ બન્યા?



કોઈ કહે કે હું પીએમઓમાંથી આવું છું તો એ નિયમોથી પર થઈ ગયું?

માની લઈએ કે કિરણ પટેલ ખરેખર પીએમઓમાંથી ગયો છે તો પણ શું થઈ ગયું, કોઈ એને જામર વાળી અને રડાર વાળી ગાડી સાથે સુરક્ષા શું કામ આપે? કોઈ એને છેક સરહદ સુધી જવાની પરવાનગી કેમ આપી દે? દેશમાં માંડ 40 લોકો ઝેડ પ્લસ સિક્યોરીટી ભોગવે છે તો એમાં પીએમઓના અધિકારી ક્યાંથી આવે? શું પીએમઓના ઓફીસર અને ગૃહમંત્રી અમિત શાહને સરખા સ્તરની સુરક્ષા વ્યવસ્થા હોય? પીએમઓનું નામ લે એટલે નીતિ-નિયમો બધું જ પુરુ?શું દેશભરના અધિકારીઓ PMO માટે આ છવી બનાવીને બેઠા છે?



હજું પણ પ્રશ્નો છુટી રહ્યા છે. જવાબ શેષ છે પણ જવાબો આપવા એ દરેક જવાબદારોની ફરજ છે.

1. કિરણ પટેલ છેલ્લા 20 વર્ષથી આટલા ટોચના લોકો સાથે કેવી રીતે સંબંધો પ્રસ્થાપીત કરી ગયો?
2. જો એ ફ્રોડ છે તો છેક કાશ્મીર જઈને કેમ પકડાયો?ગુજરાતમાં G20 કેવી રીતે કરી ગયો?
3. કોણ એને સતત છાવરતું આવ્યું છે?
4. કાશ્મીરમાં એ કોના કહેવાથી ઈન્વેસ્ટમેન્ટ લઈ જવાનું અને જમીનના કામ-ધંધામાં પડ્યો?
5.બે જ સંભાવના છે કે કાં તો વર્ષો સુધી એક ઠગ નેતા, અધિકારી, પત્રકાર બધાને મુરખ બનાવતા રહ્યો અને હર શાખ પે ઉલ્લું બેઠા હૈ સાબિત કર્યું કાં તો એ ખરેખર પીએમઓ નહીં તો બીજા કોઈક પણ મોટા માણસના ઈશારે જ કામ કરતો હતો પણ લાઈનની બહાર ગયો તો ગોઠવણ કરી દેવાઈ!


ગળે ઉતરી શકે એટલી ગોળીઓ તો ઉતારી દેવા તૈયાર છે લોકો, પણ અધિકારીક રીતે જવાબદારો અને ખાસ તો એ દરેક લોકો જે-જે કિરણ પટેલ આયોજીત અધિકારીક કાર્યક્રમોનો ભાગ બન્યા છે એ સામે આવીને જવાબ આપે. બાકી ત્યાં સુધી ધારણાઓ અને સમજણની આસપાસની વાતો બહાર આવતી રહેશે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?