વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક હાલ ચર્ચામાં છે. આ બેઠકના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવનો સીન લટકતી તલવાર જેવો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મધુ શ્રીવાસ્તવ કમલમ ગયા જ્યાં BJPએ લેવાની ના પાડી દીધી, કોંગ્રેસ કાર્યાલયે તો કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધાની ચર્ચાઓ થઈ રહી છે
કોંગ્રેસ કાર્યાલયે જવાનો દબંગ નેતાએ કર્યો હતો પ્રયાસ
વડોદરાની વાઘોડિયા બેઠક આ બેઠક ઉપર અપક્ષ ચૂંટાઇ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું મૂકી ભાજપમાં જોડાશે તેવું લગભગ નક્કી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓ સાથે વાઘોડિયા બેઠક પર પણ પેટાચૂંટણી આવી શકે છે. ભાજપના ઉમેદવાર લગભગ નક્કી છે. ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડવા ઉત્સુક પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા એક પ્રયાસ કરાયો હતો. તેઓ કોંગ્રેસ કાર્યાલયે ગયા તો કોંગ્રેસે તેમને કાર્યકર તરીકે પણ ન લેવાનું ઘસીને કહી દીધું તેવી વાતો થઈ રહી છે. આ પહેલાં ભાજપમાં ફરી જોડાવવા કમલમ ખાતે ગયા તો ભાજપે પણ ફરી લેવાનો ઇનકાર કરી દીધાનું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
વાઘોડિયામાં યોજાઈ શકે છે પેટાચૂંટણી
મધુ શ્રી વાસ્તવ કહી રહ્યા છે કે કાર્યકરો નક્કી કરશે તેમ હું ચુંટણી લડીશ હાલમાં ચર્ચામાં આવેલી વાઘોડિયા બેઠક ઉપર આવનાર પેટા ચૂંટણીમાં ભાજપમાંથી લગભગ વર્તમાન અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચંટણી લડશે તેમ મનાય રહ્યું છે. પરંતુ, કોંગ્રેસ દ્વારા ગત ચૂંટણીમાં હારનો સામનો કરનાર સત્યજિતસિંહ ગાયકવાડને રિપીટ કરશે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે તો સમય બતાવશે.