BJPના નેતા વિક્રમ લુહાણા સામે આણંદમાં નોંધાઈ ફરિયાદ, સગીરા પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ


  • Published By :
  • Published Date : 2024-01-01 18:01:48

ચરોતર પંથકના ભાજપના અગ્રણી નેતા વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા સામે આણંદમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના વગદાર નેતા વિક્રમ લુહાણા પર એક સગીરા પર દુષ્કર્મના પ્રયાસ કરવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની કિશોરી એકલી હતી એ સમયે તેનો હાથપકડી પોતાની બાજુમાં બેસાડીને શારીરિક છેડાછાડ કરીને કિશોરીને બાથરૂમમાં લઈ જઈને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે કિશોરી ત્યાંથી નાસી છૂટી હતી અને પરીવારને જાણ કરી હતી. કિશોરીના પરિવારે આણંદ શહેર પોલીસ મથકે નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. આણંદ શહેર પોલીસે વિક્રમ લુહાણા સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણા ફરિયાદ નોંધાઈ છે. આણંદમાં બે બાળકો સાથે રહેતી સિંગલ મધરની સગીર યુવતી ઉપર બહેનપણીના પતિ અને ભાજપના વગદાર કાર્યકર્તાએ મેલી નજર કરી આબરૂ લૂંટવાની કોશિશ કરી હોવાનો કિસ્સો બહાર આવતા ચરોતર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરતાં પોલીસ મથકે ફરિયાદ આપી હોવાની જાણ થતાં જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જોકે પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. આણંદ સંતકવર સોસાયટીમાં રહેતો વિક્રમ લક્ષ્મણદાસ લુહાણાની પત્નીની બહેનપણીના ઘરે અવાર નવાર જતો – આવતો હતો. આ અવર જવર દરમિયાન વિક્રમ લુહાણાએ તે પરિવારની સગીરવયની દિકરી પર નજર બગાડી હતી. તે કોઇને કોઇ બહાને સગીરા ઘરે એકલી હોય ત્યારે જતો હતો. આ દરમિયાન એક દિવસ સગીરા ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. સગીરા ગભરાયેલ ગભરાયેલ જણાતા ટયુશને કે સ્કુલે જવાની ના પાડતા તેમજ તેને કોઈ ચિંતામાં હોય તેવી પરિસ્થિતમાં લાગતા સગીરાની માતાએ દિકરીને પુંછેલ કે બેટા કંઈક પ્રોબ્લેમ છે તે કેમ ચિંતામાં લાગે છે? ત્યારે ડરેલ અને દબાયેલા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડતા સગીરાએ નરાધમ વિક્રમ લોહાણાએ કરેલ કુકર્મની સમગ્ર હકીકત જણાવતા માતા ચોંકી ગઇ હતી. આ અંગે પોલીસે વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. પટેલને સોંપવામાં આવી છે.


વિક્રમ લુહાણા વોર્ડ નં.6માં પ્રભારી છે


આણંદની સંતકંવર સોસાયટીમાં રહેતો વિક્રમ લુહાણા ભાજપના કાર્યકર છે અને કિસાન મોરચામાં હોદ્દો ધરાવે છે. આ ઉપરાંત તેને વોર્ડ નં.6માં પ્રભારી તરીકે પણ નિમણૂંક આપવામાં આવી છે. તે ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાથી કેફમાં રાચી ભગતસિંહ સ્ટેચ્યુ વિસ્તારમાં રાજકીય રોફ મારતો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?