ગુજરાતમાં ચાલી રહેલા પ્રચાર દરમિયાન પાર્ટી રાજ્યોના મોડલની વાતો કહી રહી છે. પ્રચાર દરમિયાન ભાજપ ગુજરાત વિકાસ મોડલની વાતો કરે છે તો આમ આદમી પાર્ટી દિલ્હી મોડલની વાતો કરે છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને આમ આદમી પાર્ટી રાજ્યોના મોડલને લઈ એકબીજા પર રાજનીતિ કરી રહી છે. ટ્વિટર પર ભાજપે દિલ્હી મોડલ અને ગુજરાત મોડલની તુલના કરી છે.
ભાજપના શાસનમાં ગુજરાત વિકાસનો શ્વાસ લઈ રહ્યો છે - ભાજપ
ટ્વિટર પર ભાજપે અનેક ફોટો ટ્વિટ કર્યા છે જેમાં ગુજરાત મોડલ અને દિલ્હી મોડલ વચ્ચે તુલના કરવામાં આવી રહી છે. એક ફોટોમાં વાયુ પ્રદૂષણ બતાવવામાં આવ્યું છે જ્યારે બીજા ફોટામાં સ્વચ્છ ગુજરાતની વાતો કરવામાં આવી છે. ભાજપે લખ્યું છે કે AAPના શાસનમાં દિલ્હી ઝેરી હવાથી રૂંધાઈ રહ્યું છે જ્યારે ભાજપના શાસનમાં ગુજરાત વિકાસનો શ્વાસ લઈ રહ્યો છે.
સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ
વધતા પ્રદૂષણને લઈ બીજી એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં દિલ્હી મોડલ જ્યાં શ્વાસ લેવી પણ જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે આપણાં ગુજરાત મોડલના અનેક શહેરો સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ છે.
દિલ્હીને પાછળ છોડીને શિક્ષણમાં ગુજરાતની આગેકૂચ
શિક્ષણ મુદ્દાને લઈને પણ ભાજપે ટ્વિટ કરી હતી. ગુજરાતના શિક્ષણ મુદ્દે ભાજપે લખ્યું કે ગુજરાતના શિક્ષણ મોડેલે દિલ્હીને ચટાડી ધુળ, દિલ્હીને પાછળ છોડીને શિક્ષણમાં ગુજરાતની આગેકૂચ.