Palanpur બ્રિજ દુર્ઘટનાને લઈ કંપનીના ડિરેક્ટરે આપી પ્રતિક્રિયા, તો Geniben Thakor અને Chaitar vasavaએ સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-10-24 16:29:14

પાલનપુરમાં ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી.આરટીઓ પાસે નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો અને બે લોકોના મોત થઈ ગયા. આવી દુર્ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવી દુર્ઘટના બાદ તપાસના આદેશ આપી દેવામાં આવે છે પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવતી. એવી કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેનાથી ઉદાહરણ બેસે કે જો ખોટું કરશો તો નહીં છોડવામાં આવે. પાલનપુર બ્રિજ દુર્ઘટના બાદ કન્ટ્રક્શન કંપની જીપીસીના ડિરેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. સામાન્ય માણસની જેમ તેમણે પ્રતિક્રિયા આપી છે અને આ ઘટના અંગે શોક પ્રગટ કર્યો છે. 

કંપનીના ડિરેક્ટરે દુર્ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

આ અંગે મળતી માહિતી અનુસાર જીપીસીના ડિરેક્ટર ગણેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું આ અંગે દુ:ખ વ્યક્ત કરું છું. બ્રિજના પિલ્લરના છ ગડર ચડાવેલા હતા. ક્રોસ ગડરની કામગીરી દરમિયાન બનાવ બન્યો છે. જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. નુકસાન અમે અમારા ખર્ચે પૂર્ણ કરીશું. સરકારની તપાસમાં અમે સહયોગ આપીશું. અમારા કામમાં કોઈ ક્ષતિ નથી. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે રીક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા અને તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. રિક્ષાનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, રાજ્યની 8  નગરપાલિકાઓને બખ્ખા!

મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી આ ઘટનાને 

ઘટના બાદ પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમ તપાસ કરી રહી છે. બ્રિજ તૂટવાના કારણ અંગે તપાસ થયા બાદ સરકારને રિપોર્ટ સોંપશે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે. 



કોન્ટ્રાક્ટર પર હોય છે સરકારની રહેમ નજર! 

આવી ઘટનાઓ પહેલી વખત નથી બની પરંતુ અનેક વખત બની છે. ઘટના સર્જાયા બાદ દરેક વખત તપાસની કમિટી બને છે, સરકારને રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ કાર્યવાહીના રૂપે કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા. મહત્વનું છે કે આ કંપનીએ છે જેમને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે એ કંપનીને પાલનપુરમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એવી કડકમાં કડક જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવી પડશે જેને કારણે લોકોમાં ડર બેસે કે જો ખોટું કરીશું તો ફસાયા સમજો. જો કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તો સરકારની રહેમ નજર કોન્ટ્રાક્ટર પર હોય તેવી વાતો સ્વભાવિક છે.

   


ગેનીબેન ઠાકોરે સરકારને આ મુદ્દે ઘેરી

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. ગેનીબેન ઠાકોરે આ વાતને લઈ કહ્યું કે 156માંથી છે કોઈ જે આ વેદના સાંભળે? મોરબી બ્રિજ, પાલનપુર બ્રિજ આવી ઘટના બને છે પણ જ્યાં સુધી આ ભાજપ સરકારના માનીતા કોન્ટ્રાક્ટરઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે ત્યાં સુધી આવી ઘટના અટકશે નહીં. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંગ્રેજો પણ લૂંટતા એમના બનાવેલ પુલ, રોડ, રસ્તાઓ હજુ નથી તૂટ્યા અને આ મહા ભ્રષ્ટ ભાજપના શાસનમાં બનાવેલ પુલ, બ્રિજ, રોડ, રસ્તાઓ બધું જ તૂટી જાય છે સિવાય એમના બંગલા! આ ગુજરાત મેં બનાવ્યું કહેનાર બીજેપી સરકાર શરમ કરો!     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.