મહેસાણા જિલ્લાના ખેરાલુમાં કોમી શાંતિ ડહોળાઈ, શ્રી રામની શોભાયાત્રા પર થયો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2024-01-22 18:29:02

અયોધ્યામાં આવતી કાલે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. સમગ્ર દેશમાં રામલલ્લાની શોભાયાત્રા યોજાઈ રહી છે ત્યારે કેટલાક તોફાની તત્વો કોમી શાંતિ અને ભાઈચારાનો માહોલ બગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. આજે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં હાટડીયા રામની શોભાયાત્રા પર પથ્થર મારો થયાના ઘટના સામે આવી છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કરાઈ રહેલી ઉજવણીને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી તે દરમિયાન ખેરાલુ શહેરમાં બેલીમ વાસ વિસ્તારમાં પથ્થરમારો થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઈ હતી. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર કર્યો પથ્થર મારો કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.


યુવકો અને મહિલાઓએ ધાબા પરથી કર્યો પથ્થરમારો


મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાટડીયા રામની શોભાયાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બેલીમ વાસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થર મારો કર્યો હતો. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર કર્યો પથ્થર મારો કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.પથ્થરમારો થતાં ખેરાલુમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પથ્થરમારો કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથધરી છે.


પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા


ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી પરંતું મસ્જિદ આગળથી પસાર થતા જ શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો અચાનક જ શરુ થયો હતો. ડીજે વગાડવાને લઈ આ પથ્થર મારો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આશરે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મામલો થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે જિલ્લા સમગ્ર જિલ્લા ની પોલીસ નો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ મામલાને લઈ કાર્યવાહી શરુ કરી છે અને વીડિયોથી ઓળખ કરીને અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?