વડોદરાના સાવલીમાં કોમી અથડામણ: 40 લોકોની ધરપકડ, પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 11:53:22

મા આદ્યશક્તિના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે કોમી રમખાણો ચિંતા વધી રહ્યા છે. રાજ્યમાં હાલ કેટલા લોકો કોમી શાંતિ ડહોળવાનું ષડયંત્ર રચતા હોય તેવું જણાય છે. આમ પણ વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધતી હોય તેવો ભૂતકાળનો અનુભવ રહ્યો છે. જેમ કે વડોદરાના સાવલી માં બે જૂથ આમને સામને આવી ગયા હતા. મંદિર પાસે વીજળીના થાંભલા પર ધાર્મિક ઝંડા ફરકાવવા બાબતે બે જુથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.


શા માટે કોમી અશાંતિ સર્જાઈ?


વડોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સમુદાયનો તહેવાર આવી રહ્યો હોવાથી તેમણે ધામીજીના ડેરા વિસ્તારમાં મંદિર પાસે વીજળીના થાંભલા પર તેમના ધાર્મિક ઝંડા ફરકાવવા પ્રયત્ન કર્યો હતો. આ વિસ્તારના જ અન્ય સમુદાયના લોકોએ આ પ્રકારે ઝંડા લગાવવાનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને સમુદાયો વચ્ચેની અથડામણમાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી પરંતુ એક વાહન અને દુકાનને નુકસાન પહોંચ્યું છે. 


પોલીસે 40 લોકોની ધરપકડ કરી


સાવલીના શાકભાજી માર્કેટમાં બનેલી આ ઘટના બાદ બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને અત્યાર સુધીમાં પોલીસે બંને સમુદાયના કુલ 40 લોકોની ધરપકડ કરી છે. પોલીસે હાલ તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે, પોલીસના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?