જાહેર યુનિવર્સિટીઓ પર પકડ મજબૂત કરવા સરકારનો કારસો, વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ રજુ કરાશે


  • Published By :
  • Published Date : 2023-07-13 19:20:43

ગુજરાત સરકાર જાહેર યુનિવર્સિટીઓ પર તેના નિયંત્રણને વધુ મજબુત બનાવવા માટે કોમન યુનિવર્સિટી એક્ટ લાવવા માટે તૈયારી કરી રહી છે. કોમન યુનિવર્સિટી બિલના ડ્રાફ્ટ પર રાજ્ય સરકાર દ્વારા પહેલેથી જ ચર્ચા કરવામાં આવી છે અને શિક્ષણ મંત્રાલય દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે. તે વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કોમન યુનિવર્સિટી એક્ટની પુષ્ટિ કરતા, શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમારે  જણાવ્યું હતું કે, "જો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ કોમન યુનિવર્સિટી એક્ટ પ્રેરણા આપી છે. કોમન યુનિવર્સિટી એક્ટ આવી જવાથી દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ સરખો હોવાથી વિદ્યાર્થીઓને પણ અલગ અલગ યુનિ.માં અભ્યાસ કરવો હોય તો થઇ શકશે.


નવા કાયદામાં શું જોગવાઈ છે?


કોમન યુનિવર્સિટી એક્ટ તમામ રાજકીય ચૂંટાયેલી સંસ્થાઓ જેમ કે સેનેટ અને સિન્ડિકેટને ખતમ કરી દેશે, તેનું સ્થાન બોર્ડ ઓફ ગવર્નર્સ લેશે. રાજ્ય સરકારે ડ્રાફ્ટમાં એક જોગવાઈ તે પણ રાખવામાં આવી છે કે જો યુનિવર્સિટીના અધિકારીઓ તેમની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો તેમના અધિકારીઓને રજિસ્ટ્રાર, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ઓફિસર અથવા પ્રતિનિયુક્તિ પર પરીક્ષા નિયંત્રક તરીકે નિમણૂંક કરવાનો અધિકાર આપે છે". વાઈસ-ચાન્સેલરને બે ટર્મ માટે ત્રણ-ત્રણ વર્ષ મુદત બાદ બદલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોના સમાન બિલ અથવા કાયદાઓનો અભ્યાસ કરી રહી છે.


આ યુનિવર્સિટીઓ પર લાગુ પડશે કાયદો


આ કાયદો રાજ્યની છ સૌથી જૂની અને મોટી જાહેર યુનિવર્સિટીઓ – ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતને નવો કાયદો લાગુ પડશે. જાહેર યુનિવર્સિટીઓમાં પહેલેથી જ બોર્ડ ઓફ ગવર્નર્સ છે.


અગાઉ પણ કાયદો લાવવાનો કર્યો હતો પ્રયાસ


રાજ્ય સરકારે ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના નિયમન માટે વર્ષ 2006 અને 2009માં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની કવાયત હાથ ધર્યા પછી વિરોધ થતાં છેવટે પડતો મૂકવો પડયો હતો. તે સમયે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો વિરોધ થતા મોકૂફ રખાયો હતો. આ પછી સરકારે અધ્યાપકો, આચાર્યો સહિતના શિક્ષણ નિષ્ણાતો પાસેથી અભિપ્રાયો મગાવ્યા હતા. આ પછી ફરી વર્ષ 2009માં લવાયો હતો. આ પછી પણ છેવટે સરકારને એક્ટ પડતો મૂકવો પડ્યો હતો. આ પછી સરકાર કોમન યુનિવર્સિટી એક્ટને ભૂલી ગઈ હતી. જો કે સરકારી યુનિવર્સિટીઓ આજકાલ રાજકીય અખાડો બની ગઈ હોવાથી ફરી એકવખત સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવવા આગળ વધી રહી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?