રાજ્યમાં સબસલામતા દાવાને પડકાર આપતો કિસ્સો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બન્યો છે. જંબુસર તાલુકાની બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે. નરાધમોએ બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં લઈ જઈ નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકારને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા.
વિડીયો વાઇરલ થતાં આ દુષ્કર્મનો પર્દાફાશ
રાજ્યના જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોનું 26 દિવસ પૂર્વે અપહરણ કરવામાં આવ્યું હતું, રાત્રીના સમયે ભડકોદ્રા ગામનો યાસીન ખાલીદ ચોક અને નઈમ તેઓની કારમાં ઉઠાવી ગયા હતા, બંને બહેનોનું અપહરણ કરી તેઓને કાવી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ ગયા હતા. ફાર્મ હાઉસમાં લઈ ગયા પછી યાસીને બંને બહેનોને નશાકારક ઇન્જેક્શન આપ્યા હતા. જંબુસરના કાવીમાં બે મહિલાએ તેમના પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. બે મહિલા પર દુષ્કર્મ થયાનો ગુનો નોંધાયાની પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ આવી છે. મહિલાને નશાકારક પદાર્થનું ઇન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ નશાકારક ઇન્જેક્શન સાથે મહિલાનો વિડીયો વાઇરલ થતાં આ દુષ્કર્મનો પર્દાફાશ થયો હતો. આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં સરકારને સવાલોમાં ઘેરી હતી
બે આરોપીની ધરપકડ
નરાધમોએ નશાકારક ઈન્જેક્શન આપ્યા પછી બાદ મોટી બહેન સાથે યાસીને અને નાની બહેન સાથે નઈમે દુષ્કર્મ ગુજાર્યું હતું. બે બહેનોનું અપહરણ અને દુષ્કર્મ ની ચકચારી ઘટનામાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાયુક્ત ઇન્જેક્શન આપતો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જ્યારે ચોથા આરોપી અનસે આ ત્રણેયની મદદ કરી હતી. આ મામલે જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
દીકરીઓની સલામતી મોટો પડકાર
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું છેકે, ગૃહ વિભાગ આ મામલે તાત્કાલિક પગલાં ભરે. 'સરકારે સુરક્ષાની મોટી વાતો કરી અને ખોટા દાવા કર્યા' છે. વધુમાં મનીષ દોષીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટ્રાચારનું એપી સેન્ટર બની ગયો છે. રાજ્યમાં બેફામ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. 'ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી મોટો પડકાર' બની ગઈ છે. બહેન દીકરીઓ પર થતા અત્યાચાર સામે પોલીસ પગલા ભરે.