દુનિયાને હસાવનાર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે.
ઘણા સમયથી સારવાર હેઠળ હતા
10 ઓગસ્ટ 2022ના રોજ તેઓ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન તેમના મગજમાં સોજો જોવા મળ્યો હતો અને ન્યુરોલોજિસ્ટ દ્વારા તેમની સારવાર પણ કરવામાં આવી હતી. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આજે દિલ્લીની એઈમ્સ ખાતે તેમણે આપણી વચ્ચેથી વિદાઈ લીધી છે.
બોલિવુડમાં નાના રોલથી કારકિર્દીની શરૂઆત
તેમણે બોલિવુડ ફિલ્મ્સમાં નાના રોલ કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે મેને પ્યાર કીયા, બાઝીગર અને બોમ્બે ટુ ગોવામાં પણ કામ કર્યું છે. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના ટેલેન્ટ શૉથી પોતાનું નામ બનાવ્યું હતું. આ ટેલેન્ટ શૉમાં પોતાના પર્ફોર્મન્સથી ધ કિંગ ઓફ કોમેડીનું બિરુદ મેળવ્યું હતું. રાજુ શ્રીવાસ્તવે બિગ બોસ સીઝન 3માં પણ ભાગ લીધો હતો. તેમણે કોમેડી કા મહામુકાબલા નામના કોમેડી શોમાં પણ ભાગ લીધો હતો.
રાજુ શ્રીવાસ્તવનું અંગત જીવન
રાજુ શ્રીવાસ્તવે 1 જુલાઈ 1993ના રોજ લખનૌની શિખા સાથે લગ્ન કર્યા હતા, તેઓને અંતરા અને આયુષ્માન નામના બે બાળકો છે. 2010 માં, શ્રીવાસ્તવને પાકિસ્તાન તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા જેમાં તેમને તેમના શો દરમિયાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને પાકિસ્તાન પર જોક્સ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી.