કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ સુસવાટા મારતા પવન સાથે ઠંડીનું મોજુ ફરી વળશે


  • Published By :
  • Published Date : 2022-12-07 12:35:38

ગુજરાતમાં કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જાઓ, રાજ્યમાં ઠંડીનું જોર એકાએક વધવાની આગાહી કરવામાં આવી છે. આમ પણ રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે.


કાતિલ ઠંડીની આગાહી


હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં આગામી પાંચ દિવસમાં ઘટાડો જોવા મળશે. ખાસ કરીને મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. આગામી 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. જો કે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતીઓનું પ્રિય માઉન્ટ આબુ પણ ઠંડુગાર બન્યું છે. માઉન્ટ આબુના હવામાનમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ પલટો આવ્યો છે. આબુમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી નજીક પહોંચ્યો છે. ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી પડશે.તીવ્ર ઠંડી છતાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધેલો જોવા મળ્યો છે. 


રાજ્યમાં માવઠાની પણ આગાહી


હવામાન વિભાગે 5 દિવસ બાદ માવઠાની આગાહી કરી છે. ઠંડા અને ગરમ પ્રવાહના કારણે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવાના હળવા દબાણ સર્જાશે. 15થી 17 ડિસેમ્બરના ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય માવઠું થવાની શક્યતા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?