ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેલું છે. વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે. કડાકાની ઠંડી વચ્ચે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.
કમોસમી વરસાદની કરાઈ છે આગાહી
વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. જેને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચ્યું છે. જમ્મુ, ગંગાનગર, ચંડીગઠ, અંબાલા, પટિયાલામાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે અનેક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. અનેક રાજ્યોએ વધતી ઠંડીને કારણે શાળામાં વેકેશન જાહેર કરી દીધું છે. ઠંડીથી એક તરફ લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. બે ઋતુનો અનુભવ થઈ શકે છે.