હિમાચલ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને કારણે રાજ્ય દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં અન્ય તમામ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને 17 ડિગ્રીથી નીચે પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો છે. જયારે અમદાવાદમાં 14.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયુું હતું. ઠંડા પવનોની અસરથી મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન ગુરુવાર કરતાં 3.0 ડિગ્રી ગગડીને 14.5 ડિગ્રીએ પહોંચતા સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું છે. ગત વર્ષે 28 નવેમ્બરે અમદાવાદનું લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. જો કે, બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 3.0 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયા દરમિયાન શહેરમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે.
કયા કેટલી ઠંડી ?
અમદાવાદ 14.5
ગાંધીનગર 13.2
કેશોદ 14
વડોદરા 14.4
અમરેલી 14.4
વિદ્યાનગર 15
મહુવા 15.5
ડીસા 16