દિલ્હીમાં એક તરફ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઠંડીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. શીતલહેરને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ તો છે પરંતુ ત્યાંની હવા જહેરેલી બની ગઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418 સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અનુસાર રાજધાની દિલ્હીની હવા જહેરીલી બની રહી છે જેને કારણે ચિંતા વધી ગઈ છે.
હવામાનની ગુણવત્તા ઘટી રહી છે
ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઠંડીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે ચિંતા વધી ગઈ છે. હવા જહેરેલી બની રહી છે. પહેલેથી દિલ્હીમાં વાયુ પ્રદર્શન એક ખતરો બની રહ્યો હતો તો ફરી એક વખત વધતી ઠંડીને કારણે ખતરો વધારે ગંભીર બની રહ્યો છે.
આવનાર દિવસોમાં વધી શકે છે મુશ્કેલી
સોમવારે દિલ્હીનું એક્યુઆઈ 434 નોંધાઈ હતી રવિવારે 371 નોંધાઈ હતી. આને કારણે હવાની ગુણવત્તા દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. હવાની ક્વોલિટીની સીધી અસર લોકોના આરોગ્ય પર પડતી હોય છે. એક તરફ લોકો ઠંડીથી ધ્રૂજી રહ્યા છે તો બીજી તરફ હવાની ગુણવત્તાને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.