કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર, આજથી ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો


  • Published By :
  • Published Date : 2023-02-12 12:29:00

ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે, લોકો પણ આ ડબલ સીઝનથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીથી ત્રસ્ત લોકોએ ફરી એક વખત કાતિલ ઠંડી માટે તૈયાર થવું પડશે. રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી ઠંડી વધશે, રાજ્યમાં આજથી ફરી ઠંડીનો ચમકારો વધશે અને તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે હવામાન વિભાગનું કહેવું છે કે, તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.


40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યમાં ઠંડી વધવાનું કારણ હિમાલયના પહાડીમાં થઈ રહેલી સતત બરફવર્ષા છે. હવામાન વિભાગ અનુસાર, 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં આજથી ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તે ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં 40 થી 60 કિમીની ઝડપે ભારે પવન ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 


19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ


રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે 12, 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?