આચાર સંહિતા લાગુ, સરકારી કાર્યક્રમો પર બ્રેક


  • Published By :
  • Published Date : 2022-11-03 14:00:21

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે.બે તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણીની જાહેરાત સાથે સાથે રાજ્યમાં આજથી આચારસંહિતા પણ લાગૂ કરવામાં આવી ગઈ છે. તો વળી ગુજરાત વિધાનસભાની ચૂંટણી થોડા જ દિવસોમાં યોજાવાની છે અને તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આદર્શ આચારસંહિતા ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. પરિણામ આવે એટલે આચાર સહિંતા સમાપ્ત થઈ જાય છે.


આચાર સંહિતા એટલે શું?

આજથી રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. સરકારી કાર્યક્રમો પર બ્રેક લાગી જવા પામી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નહી થાય ત્યાં સુધી હવે એકપણ યોજનાનું લોકાર્પણ કે ખાતમુહુર્ત કરી શકાશે નહી. મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ પરત ખેંચી લેવામાં આવી છે.સરકારી વાહનો અને એસટી બસ પર લગાવવામાં આવેલી વિવિધ સરકારી યોજનાના સ્ટીકરો અને મુખ્યમંત્રીના ફોટાવાળા બેનરો હટાવી લેવામાં આવ્યા છે.

આચારસંહિતાને ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે અને કોઈ અનિયમિતતા દેખાય તો સ્થાનિક ચૂંટણી અધિકારીને તેની જાણ કરવામાં આવે છે. આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે. ચૂંટણી આચાર સંહિતાનો મતલબ ચૂંટણી પંચની સૂચનાઓ છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે. જો ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે, તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે FIR નોંધાવી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ જવું પડે છે.



આચાર સંહિતા લાગુ પડે પછી આટલી વસ્તુ ન કરી શકાય 

- સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેરાત સરકારી ખર્ચે આપી શકાતી નથી

- સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય

- કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી

- ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે

- ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.

સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના ધારે મત નહીં માગી શકે.જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે.સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હઠાવી દેવામાં આવશે.




અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...