DRI ટીમને મળી મોટી સફળતા, 30 કરોડની કિંમતના 2.97 કિલો કોકેઈનના જથ્થા સાથે બે નાઈજીરિયનની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-07 20:52:00

કોકેઈનની દાણચોરીના આરોપમાં મુંબઈ એરપોર્ટ પરથી બે નાઈજીરીયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કેપ્સ્યુલ સ્વરૂપે કોકેઈન લઈ જતા હતા. આ કેપ્સ્યુલ્સની કિંમત લગભગ ત્રીસ કરોડ રૂપિયા છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે.


DRIને મળી હતી બાતમી


DRIના મુંબઈ યુનિટે ગુપ્ત માહિતીના આધારે કોકેઈનનું આ વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. તેને બાતમી મળી હતી કે બે નાઈજીરીયન નાગરિકો લાગોસથી અદીસ અબાબા થઈને મુંબઈ આવી રહ્યા છે અને તેમની પાસે માદક પદાર્થ છે.


શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું 


DRIના અધિકારીઓએ બંનેને કોર્ટમાં રજૂ કર્યા અને તેમના શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું હોવાના આધારે તેમની તબીબી તપાસની માંગ કરી. બાદમાં તબીબી તપાસમાં પુષ્ટિ થઈ કે બંને મુસાફરોએ કોઈ નશીલા પદાર્થ ધરાવતી કેપ્સ્યુલનું સેવન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં બંનેમાંથી 167 કેપ્સ્યુલ કાઢવામાં આવી છે.


ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા


DRIઅધિકારીએ જણાવ્યું કે કેપ્સ્યુલમાં કુલ 2.97 કિલો કોકેઈન છે, જેની કિંમત 29.76 કરોડ રૂપિયા છે. બંને સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,  આજે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?