મુંબઈમાં DRIએ ફરી એક વખત ડ્રગ્સની મોટી ખેપ પકડી છે. આ 50.23 કિલો કોકેઈન સફરજનના કન્ટેઈનરમાં દક્ષિણ આફ્રિકાથી છુપાવીને લાવવામાં આવ્યું હતું. DRI મુંબઈ ઝોનલ યુનિટને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. DRIએ ગુપ્ત માહિતીના આધારે આફ્રિકાથી આયાત કરવામાં આવેલા નાશપતિ અને સફરજન ભરેલા એક કન્ટેઈનરને ન્હાવા શેવા બંદર પર રોક્યું હતું. બાદમાં તેની તપાસ કરતા ડ્ર્ગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ 50.23 કિલો કોકેઈનના જથ્થાની કિંમત આતરરાષ્ટ્રિય માર્કેટમાં 502 કરોડ રૂપિયા જેટલી થાય છે.
Maharashtra | 50 bricks made of 50.23 kgs of cocaine, valued at Rs 502 cr in illicit market, seized by DRI Mumbai Zonal Unit from a container carrying pears&green apples, imported from South Africa. It was intercepted at Nhava Sheva port on Oct 6. Importer arrested under NDPS Act pic.twitter.com/k46lYcvl8l
— ANI (@ANI) October 8, 2022
સફરજનના બોક્સમાં કોકેઈનથી બનેલી ઈંટો છુપાવી
Maharashtra | 50 bricks made of 50.23 kgs of cocaine, valued at Rs 502 cr in illicit market, seized by DRI Mumbai Zonal Unit from a container carrying pears&green apples, imported from South Africa. It was intercepted at Nhava Sheva port on Oct 6. Importer arrested under NDPS Act pic.twitter.com/k46lYcvl8l
— ANI (@ANI) October 8, 2022DRIની ટીમે જ્યારે કન્ટેઈનરની તપાસ કરી તો તેમાંથી સફરજનના બોક્સની અંદર કોકેઈનથી બનેલી ઈંટો હતી. આ દરેક ઈંટનું વજન લગભગ એક કિલો હતું. આ કોકેઈન તે આયાતકારના નામ પર આયાત કરવામાં આવ્યું હતું જેને આ પહેલા પણ DRIએ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા સંતરાની ખેપથી 198 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન અને 9 કિલોગ્રામ કોકેઈન સાથે મુંબઈના વાશીમાં ધરપકડ કરવામાં આવી હતી. કોકેઈનના સ્મગલરની NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.